શોધખોળ કરો
Advertisement
મંદીની બુમરાણ વચ્ચે કર્મચારીઓને રોકવા આ જાણીતી કંપની અજમાવ્યો નવો કિમિયો, 5000થી વધુને આપશે પ્રમોશન
સારા પદ અને પૈસાના કારણે ડિઝિટલ નિપુણતા ધરાવતા પોતાના કર્મચારીઓને ગુમાવવા માંગતી નથી
નવી દિલ્હીઃ કર્મચારીઓને પોતાની કંપનીમાં જાળવી રાખવા માટે દિગ્ગજ આઇટી કંપની વિપ્રો આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 5000થી વધુ કર્મચારીઓને પ્રમોશન આપશે. કંપની સારા પદ અને પૈસાના કારણે ડિઝિટલ નિપુણતા ધરાવતા પોતાના કર્મચારીઓને ગુમાવવા માંગતી નથી જેના કારણે આ પગલુ ભરવા જઇ રહી છે કારણ કે માર્કેટમાં હાલમાં કૌશલતા ધરાવતા યુવાઓની ભારે માંગ છે.
ત્રણ-પાંચ વર્ષનો અનુભવ ધરાવતા અનેક કર્મચારી વિપ્રો તથા ઇન્ફોસિસને છોડીને અન્ય કંપનીઓને જોઇન કરી ચૂક્યા છે કારણ કે ગ્લોબલ માર્કેટમાં આવા કર્મચારીઓની ખૂબ માંગ છે. આ આઇટી કંપનીઓને વધુમાં વધુ ગ્રાહક ડિઝિટલ ટેકનોલોજી જેમ કે ક્લાઉડ કોમ્પ્યૂટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળી રહ્યા છે. એટલા માટે કંપનીઓ આવી ટેકનોલોજીનો અનુભવ ધરાવતા કર્મચારીઓને પોતાની પાસે જાળવી રાખવા માંગે છે.
હરિફ આઇટી સર્વિસિસ કંપનીઓ સિવાય ભારતમાં પોતાનું સ્થાન જમાવવા ઇચ્છતી ગ્લોબલ કંપનીઓ પણ ડિઝિટલ સ્કીલ્સ ધરાવતા ટેલેન્ટને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે અને દેશમાં પોતાની ટીમને મોટી કરી રહી છે. વિપ્રોના પ્રેસિડેન્ટ અને ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર સૌરભ ગોવિલે કહ્યું કે, 5000 કર્મચારીઓના પ્રમોશન આપવા સિવાય તેમની સેલેરીમાં પણ સારો વધારો કરવામાં આવશે.
કંપનીએ કોલેજ કેમ્પસમાંથી હાયર કરેલા એ ફ્રેશર્સને એક લાખ રૂપિયાનું રિટેન્શન બોનસ આપ્યું હતું જે કંપનીમાં એક વર્ષ પૂરા કરી ચૂક્યા છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વિપ્રોને છોડનારા કર્મચારીઓ 17 ટકા રહ્યા છે જે ગત ત્રિમાસિકની સરખામણીએ ઓછા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement