Online Shopping Fraud: 300 રુપિયાની લિપસ્ટિકમાં મહિલા ડૉક્ટરે 1 લાખ રુપિયા ગુમાવ્યા, જાણો વધુ વિગતો
દુનિયાભરમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. નવી મુંબઈના 31 વર્ષીય ડૉક્ટરે ઈ-કોમર્સ પોર્ટલ પરથી 300 રૂપિયાની લિપસ્ટિક ઑનલાઈન મંગાવી હતી.
Online Shopping Fraud: દુનિયાભરમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. નવી મુંબઈના 31 વર્ષીય ડૉક્ટરે ઈ-કોમર્સ પોર્ટલ પરથી 300 રૂપિયાની લિપસ્ટિક ઑનલાઈન મંગાવી હતી. તેના બદલામાં તેની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
2 રૂપિયા મોકલવા જણાવ્યું હતું
મળતી માહિતી મુજબ, લિપસ્ટિકનો ઓર્ડર આપ્યાના થોડા દિવસો બાદ તેને મેસેજ મળ્યો કે તેમનો ઓર્ડર આવી ગયો છે. પરંતુ, ડૉક્ટરને હજુ સુધી પ્રોડક્ટ મળી નહોતી. આથી તેણે કંપનીના હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો. ત્યાંથી તેને કહેવામાં આવ્યું કે તેમનો ઓર્ડર ક્લોઝ થઈ ગયો છે. જો તમે ઓર્ડર આપવા માંગો છો, તો તમારે 2 રૂપિયા મોકલવા પડશે. પરંતુ, મહિલાએ પૈસા મોકલવાની ના પાડી. આ પછી ડોક્ટરને વેબ લિંક મોકલવામાં આવી. તેને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેમને તેમનું સરનામું અને બેંકની વિગતો ભરવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમને BHIM UPI લિંક બનાવવાનો મેસેજ પણ મળ્યો. આ પછી કંપનીએ ખાતરી આપી કે હવે તેમની પ્રોડક્ટ પહોંચી જશે.
પહેલા રૂ 95 હજાર પછી રૂ 5 હજાર કપાયા
આ પછી 9 નવેમ્બરે મહિલા ડોક્ટરના ખાતામાંથી પહેલા 95 હજાર અને પછી 5000 રૂપિયા કપાયા હતા. પૈસા ગુમાવ્યા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઓનલાઈન પેમેન્ટમાં છેતરપિંડીથી કઈ રીતે બચવું જોઈએ
ઓનલાઈન શોપિંગ હવે લગભગ દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે. તેથી,એ મહત્વનું છે કે તમે સુરક્ષિત ઓનલાઈન ચૂકવણી કરો જેથી કરીને છેતરપિંડી ટાળી શકાય. આ માટે, માત્ર પ્રતિષ્ઠિત વેબસાઇટ પરથી જ ખરીદી કરવી મહત્વપૂર્ણ છે. આ સિવાય હંમેશા મજબૂત પાસવર્ડ અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. હંમેશા શંકાસ્પદ માંગણીઓને નકારી કાઢો. જો કોઈ તમારા પાન કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ નંબર માટે પૂછે છે, તો તેનો સ્પષ્ટ ઇનકાર કરો. તમારું એકાઉન્ટ બંધ કરવા જેવી ધમકીઓ પર ધ્યાન ન આપો. પૈસા મોકલવા માટે હંમેશા સુરક્ષિત અને ભરોસાપાત્ર પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરો. આ સિવાય બેંક અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ નિયમિતપણે ચેક કરતા રહો જેથી કરીને તમે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા બચી શકો છો.