શોધખોળ કરો
Advertisement
EDએ નવ કલાક કરી અનિલ અંબાણીની પૂછપરછ, 30 માર્ચના રોજ ફરીથી હાજર થવા આદેશ
રિલાયન્સ ADAG ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની ઇડીએ મુંબઇમાં પોતાની ઓફિસમાં નવ કલાક પૂછપરછ કરી હતી.
નવી દિલ્હીઃ રિલાયન્સ ADAG ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની ઇડીએ મુંબઇમાં પોતાની ઓફિસમાં નવ કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ યસ બેન્કના કેસના સંબંધમાં હતી. અંબાણીને ફરી 30 માર્ચના રોજ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોના મતે અંબાણીએ તપાસ કર્તાને કહ્યુ કે, તેમને જવાબ આપવા માટે વધુ સમય જોઇએ છે કારણ કે તેમને તમામ લેવડદેવડ યાદ નથી. મોટાભાગના સવાલના જવાબ અંબાણીએ આ આપ્યા હતા. તેમણે પોતાના અને પોતાની ગ્રુપની કંપની પર લગાવાયેલા કેટલાક આરોપોને ફગાવ્યા હતા.
અનિલ અંબાણની કંપનીઓએ યસ બેન્ક પાસેથી 12800 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી જે બેડ લોનમાં ફેરવાઇ ગઇ છે. ઇડીએ તપાસ કરી રહી છે કે શું યસ બેન્કના સ્થાપક રાણા કપૂર અને તેમના પરિવારના સભ્યોને લોનના બદલામાં રિલાયન્સ ગ્રુપ તરફથી શું કોઇ લાંચ આપવામાં આવી હતી કે નહીં.
અંબાણીની કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અનિલ અંબાણીએ કહ્યું છે કે તેમના ગ્રુપની કંપનીના યસ બેન્ક સાથેનો હિસાબ સુરક્ષિત અને કારોબારના સામાન્ય રૂપમાં કરવામાં આવ્યો છે. ગ્રુપ અને યસ બેન્ક વચ્ચે તમામ લેવડદેવડ કાયદાકીય આર્થિક નિયમો અનુસાર કરવામાં આવ્યુ છે. અનિલ અંબાણીએ તપાસ એજન્સીને કહ્યું કે, રિલાયન્સ કંપનીના રાણા કપૂર કે તેમની પત્ની અથવા તેમની દીકરીઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ સંપર્ક નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion