શોધખોળ કરો

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સરકારે બેંક ખાતામાં નોમિની બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.

Bank Account  :  બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સરકારે બેંક ખાતામાં નોમિની બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. મંગળવારે લોકસભામાં પસાર થયેલા બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024, બેંક ખાતાધારકોને ખાતામાં 4 નોમિની બનાવવાની મંજૂરી આપી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ બિલને સંસદના નીચલા ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યું હતું. બિલ પરની ચર્ચાના જવાબમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે થાપણદારો પાસે એક પછી એક અથવા એક જ સમયે તમામ 4 નોમિની કરવાનો વિકલ્પ હશે. તમે એક જ સમયે 4 નોમિની કરી શકશો. 

જ્યારે લોકર સુવિધાનો લાભ લેનારા ગ્રાહકો પાસે માત્ર ક્રમિક નોંધણીનો વિકલ્પ હશે. તેનો અર્થ એ કે તેઓ એક પછી એક ક્રમિક રીતે નોમિની બનાવવા માટે સક્ષમ હશે. તેમણે એમ પણ કહ્યું કે 2014થી સરકાર અને આરબીઆઈ બેંકોને સ્થિર રાખવા માટે અત્યંત સાવધ છે. 

નિર્મલા સીતારમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આપણી બેંકોને સુરક્ષિત, સ્થિર અને સ્વસ્થ રાખવાનો છે અને 10 વર્ષ પછી તમે પરિણામ જોઈ રહ્યા છો. આ બિલમાં સહકારી બેંકોમાં ડિરેક્ટર્સનો કાર્યકાળ આઠ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. આ સુધારો બંધારણ (97મો સુધારો) અધિનિયમ, 2011ને અનુરૂપ કરવા માટે કરવામાં આવ્યો છે.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે કહ્યું કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના મર્જર પર વિચાર કરી રહી નથી. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે કહ્યું કે સરકારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધા છે. ચૌધરીએ જણાવ્યું હતું કે બેંકિંગ ક્ષેત્રમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓને કારણે પ્રણાલીગત સુધારાઓ થયા છે અને ભારે તણાવની પરિસ્થિતિઓના જોખમને ઘટાડવા માટે તપાસ અને નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણ અંગે વિચારણા કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ચૌધરીએ કહ્યું કે તેના પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. સરકારે ઓગસ્ટ 2019માં જાહેર ક્ષેત્રની બેંકોના ચાર મોટા મર્જરની જાહેરાત કરી હતી. આ કારણે વર્ષ 2017માં તેમની કુલ સંખ્યા 27 થી ઘટીને 12 થઈ ગઈ છે.  

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Embed widget