શોધખોળ કરો

Karnataka Results 2023: કોંગ્રેસને જીતનો વિશ્વાસ, તૈયાર કર્યો પ્લાન બી, બળવાખોરો સાથે મંત્રણા; JDSનો પણ સંપર્ક

કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું.

Karnataka Election Result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની આશા છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર બનાવવા માટે કોઈના સમર્થનની જરૂર રહેશે નહીં. આમ છતાં પાર્ટી પ્લાન-બીની તૈયારીમાં વ્યસ્ત છે. જેથી જરૂર પડ્યે તેનો અમલ કરી શકાય. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેંગલુરુમાં રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક વિધાનસભા બેઠક પરથી મળેલ પ્રતિસાદ અને ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓ જીતને લઈને આત્મવિશ્વાસ ધરાવતા દેખાતા હતા.

કોંગ્રેસને જીતનો પૂરેપૂરો વિશ્વાસ 

કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું. આ દાવા છતાં પાર્ટી પ્લાન બી પર પણ કામ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, અમને ખાતરી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોઈના સમર્થનની જરૂર પડશે નહીં. આમ છતાં સાવચેતીના ભાગરૂપે પાર્ટીએ જેડીએસ સાથે ચર્ચાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તે જ સમયે, ઘણા ઉમેદવારો પણ સંપર્કમાં છે.

કોંગ્રેસે કર્યો બી પ્લાન તૈયાર 

સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2019માં કોંગ્રેસ અને જેડીએસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોના સંપર્કમાં છે. ભાજપે આ વખતે આમાંથી ઘણા ધારાસભ્યોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ અપક્ષો અને નાના પક્ષો સાથે પણ સતત સંપર્કમાં છે.

જો કે જેડીએસનો અલગ જ રાગ 

જેડીએસના પ્રદેશ અધ્યક્ષ સીએમ ઈબ્રાહિમના જણાવ્યા અનુસાર અમે ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. પરિણામ જાહેર થયા બાદ અમે નિર્ણય લઈશું. તેમણે પાર્ટીના નેતા તનવીર અહેમદના દાવાઓને ફગાવી દીધા હતા કે જો જરૂર પડશે તો JDS ભાજપને સમર્થન કરશે. કોંગ્રેસ ચૂંટણી પરિણામો પછી તરત જ ધારાસભ્યો તૂટી જવાની સંભાવનાને નકારી રહી છે, પરંતુ કહે છે કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. જો સંપૂર્ણ બહુમતી ન મળે તો ધારાસભ્યોને છત્તીસગઢ અથવા રાજસ્થાનમાં પણ શિફ્ટ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget