શોધખોળ કરો

Mumbai: મસ્તી સાથે રમી રંગોની હોળી બાદ પતિ-પત્નીના મૃતદેહ બાથરૂમમાંથી મળ્યાં

મુંબઈ. ઘાટકોપર (ઈસ્ટ)માં તેમના નિવાસસ્થાનના બાથરૂમમાં બુધવારે ચાલીસ વર્ષના એક યુગલનો મૃત દેહ મળી આવ્યો હતો. મૃતદેહો પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા.

મુંબઈ. ઘાટકોપર (ઈસ્ટ)માં તેમના નિવાસસ્થાનના બાથરૂમમાં બુધવારે ચાલીસ વર્ષના એક યુગલનો  મૃત દેહ મળી આવ્યો હતો.  મૃતદેહો પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા. પ્રાથમિક કાર્યવાહી બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

 (ઈસ્ટ)માં તેમના નિવાસસ્થાનના બાથરૂમમાં બુધવારે ચાલીસ વર્ષના એક યુગલનો  મૃત દેહ મળી આવ્યો હતો.  મૃતદેહો પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા. પ્રાથમિક કાર્યવાહી બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મૃતકોની ઓળખ દીપક શાહ (44) અને ટીના શાહ (39) તરીકે થઈ છે, જેઓ ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગર વિસ્તારના કુકરેજા પેલેસના રહેવાસી છે. દીપક કપડાનો વ્યવસાય કરે છે અને દંપતીએ મંગળવારે પડોશીઓ અને પરિવારના સભ્યો સાથે હોળીની ઉજવણી પણ કરી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા સમાચાર મુજબ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉજવણી કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા.

આ ઘટના બુધવારે બપોરે 1.30 વાગ્યે પ્રકાશમાં આવી જ્યારે સંબંધીઓએ શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. તે દંપતીના ઘરે ગયો અને પોતાની પાસે રહેલી એકસ્ટ્રા  ચાવી વડે ઘર ખોલ્યું હતું. કપલને બાથરૂમમાં પડેલું જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ પછી તેણે પંતનગર પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શાહ દંપતીને તાત્કાલિક રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દંપતીને કોઈ સંતાન નથી અને તે બે સિવાય ઘરમાં કોઈ રહેતું નથી. તેણે અનુમાન લગાવ્યું કે ન્હાતી વખતે મોત થયું હતું. વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર રવિદત્ત સાવંતે જણાવ્યું હતું કે, “શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. “અમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ”.

કાર અને બાઇકની પાછળ કેમ દોડે છે કૂતરા ? આ છે તેનું કારણ

Why Dogs Chase Bikes: તમારી સાથે ઘણીવાર એવું બનતું હશે કે તમે આરામથી વાહન ચલાવતા હોવ અને પછી આસપાસના કૂતરા જોરથી ભસતા તમારી મોટરસાઈકલ કે કારની પાછળ દોડવા લાગે. આના કારણે ઘણી વખત ઘણા લોકોનું સંતુલન બગડે છે અને અકસ્માતો પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્વાન આવું કેમ કરે છે? સામાન્ય રીતે માણસો માટે વફાદાર અને મૈત્રીપૂર્ણ ગણાતા શ્વાન અચાનક વાહનમાં સવાર લોકો માટે કટ્ટર દુશ્મન કેવી રીતે બની જાય છે?

અન્ય શ્વાન દોષિત છે

શ્વાન નિષ્ણાતોના મતે, કૂતરાઓની દુશ્મની તમારી સાથે નથી, પરંતુ અન્ય કૂતરાઓ સાથે છે જેઓ તમારા વાહનના ટાયર પર તેમની ગંધ છોડી ચૂક્યા છે. કૂતરાઓની ગંધની ભાવના ખૂબ જ મજબૂત છે. જેના કારણે તેઓ તરત જ બીજા કૂતરાની ગંધ ઓળખી લે છે. કેટલીકવાર કૂતરાઓ કાર અથવા તેના ટાયર પર પેશાબ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે કાર કોલોની અથવા રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે ત્યાંના કૂતરા અન્ય કૂતરાઓની ગંધને સૂંઘે છે જેમણે કારના ટાયર પર તેમની ગંધ છોડી દીધી છે. જેના કારણે તેઓ કારની પાછળ ભસવા લાગે છે.

કૂતરાઓનો પણ વિસ્તાર હોય છે

સ્પીડિંગ કારને વધુ આક્રમક બનાવે છે

કૂતરાઓને લાગે છે કે કારના ફરતા ટાયરથી નવા કૂતરાઓ તેમના પર હુમલો કરવા તૈયાર થઈ રહ્યા છે. ઘણા લોકો નર્વસ થઈ જાય છે અને કાર કે બાઈક ઝડપથી ચલાવવા લાગે છે. જેના કારણે કૂતરાઓની શંકા વિશ્વાસમાં ફેરવાઈ જાય છે અને તેઓ વધુ આક્રમક બની જાય છે. નિષ્ણાતો કહે છે કે આવી સ્થિતિમાં નર્વસ ન થવું એ જ સમજદારી છે. આવા સમયે, કૂતરાઓને ખાતરી આપવી જરૂરી છે કે તેમના માટે કોઈ જોખમ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget