શોધખોળ કરો

Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

Delhi CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલીસ કેસમાં EDની કસ્ટડીમાં છે. 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી.

PIL Against Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી PILની ગુરુવારે (28 માર્ચ) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટ રાષ્ટ્રપતિ શાસનનો આદેશ આપી શકાય નહીં. રાષ્ટ્રપતિ શાસન અંગેનો નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ પર જ લઈ શકાય છે. કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? કોર્ટે કહ્યું કે આ મામલામાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે, તો તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જોવામાં આવશે. રાષ્ટ્રપતિ તેમની ભલામણ પર જ રાષ્ટ્રપતિ શાસન અંગે નિર્ણય લેશે. આ રીતે કોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને તેના પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

 આ મામલો લેફ્ટનન્ટ ગવર્નરના સંજ્ઞાનમાં છેઃ દિલ્હી હાઈકોર્ટ

 હાઈકોર્ટે કહ્યું કે, અમે દિલ્હીમાં ચાલી રહેલી ઘટનાક્રમ પર લેફ્ટનન્ટ ગવર્નરનું નિવેદન અખબારોમાં વાંચ્યું છે. આ સમગ્ર મામલો તેમની નોંધમાં છે. તેમને આ બાબતે તપાસ કરવા દો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપતી નથી. અમે અરજીમાં લાગેલા આરોપો પર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ આ મુદ્દો એવો નથી કે કોર્ટ તેના પર આદેશ આપે.

 કેજરીવાલ જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી રહ્યા છેઃ અરજીકર્તા

કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરતી અરજી સુરજીત કુમાર નામના વ્યક્તિ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુરજીત કહે છે કે અમે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી હતી. અમે કહીએ છીએ કે તે જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. અમે તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે, માત્ર લેફ્ટનન્ટ ગવર્નર જ કાર્યવાહી કરશે.

 કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ ઉઠી રહી છે

વાસ્તવમાં, દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ થઈ ત્યારથી જ અરવિંદ કેજરીવાલ પર મુખ્યમંત્રી પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે, કેજરીવાલ ખુરશીના પ્રેમમાં પડી ગયા છે અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ પણ તેઓ પદ છોડી રહ્યા નથી. કેજરીવાલે અત્યાર સુધી જેલની અંદરથી બે ઓર્ડર આપ્યા છે, જેમાંથી એક વોટર ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત હતો. જેલમાંથી મોકલવામાં આવેલા તેમના આદેશ પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget