હેમંત સોરેનના ઘરેથી મળી BMWનું ઘીરજ સાહૂ સાથે કનેકશનનો દાવો, કોંગ્રેસ સાંસદને EDનું સમન્સ
હેમંત સોરેનના દિલ્હીના ઘરેથી ED દ્વારા રિકવર કરાયેલી કાર ભગવાન દાસ હોલ્ડિંગ્સ લિમિટેડ નામની ગુરુગ્રામ સ્થિત કંપનીના નામે નોંધાયેલી છે. આ કંપની ધીરજ સાહુની છે.
ED દ્વારા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત ઘરેથી BMW કાર મળી આવી હતી. તે કોંગ્રેસના નેતા ધીરજ સાહુની માનેસર સ્થિત કંપનીના નામે નોંધાયેલ છે. ઈડીના સૂત્રોએ ઈન્ડિયા ટીવીને આ માહિતી આપી છે. આ મામલામાં EDએ કોંગ્રેસ નેતા ધીરજ સાહુને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. તાજા અપડેટ અનુસાર, EDએ 10 ફેબ્રુઆરીએ ધીરજ સાહુને પૂછપરછ માટે બોલાવ્યા છે.
ધીરજ સાહુના પરિસરમાં 10 દિવસ સુધી દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્કમટેક્સે ઝારખંડમાં કોંગ્રેસ નેતા ધીરજ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડામાં રૂ. 351 કરોડની રોકડ અને બિનહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 10 દિવસ સુધી ચાલેલા આ દરોડામાં 40 નોટ કાઉન્ટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Enforcement Directorate summons Congress MP Dhiraj Sahu on February 10, in former Jharkhand CM Hemant Soren case. The luxury car which was seized by ED from Soren's Delhi residence was allegedly been given by Dhiraj Sahu.
— ANI (@ANI) February 8, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર ગુરુગ્રામની ભગવાન દાસ હોલ્ડિંગ્સ લિમિટેડ નામની કંપનીના નામે રજીસ્ટર છે. આ કંપની બિઝનેસમેન અને કોંગ્રેસ નેતા ધીરજ સાહુની છે. BMW કાર 16 ઓક્ટોબર 2023ના રોજ લેવામાં આવી હતી. આ કાર EDને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનના દિલ્હીના ઘરેથી મળી આવી હતી. EDએ તેને જપ્ત કરી લીધી છે.
સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ હેમંત સોરેનની લાંબી પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર ઝારખંડ હાઈકોર્ટમાં 12 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. સોરેને ED દ્વારા તેમની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ રાજેશ કુમારની ડિવિઝન બેન્ચે કેન્દ્રીય એજન્સીને સોરેનની અરજી પર 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. 31 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તરત જ EDએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરી હતી.