શોધખોળ કરો

Israel-Iran War: જમીન પર એક પણ મિસાઇલ નથી પડી તો પણ કેમ કઇ રીતે ઇઝરાયલને ભારે નુકસાન પહોચ્યું

ઈરાને ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી જેને ઈઝરાયેલે હવામાં નષ્ટ કરી દીધી હતી. જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનની એક પણ મિસાઈલ જમીન પર પડી નથી, તેમ છતાં ઈરાને ઈઝરાયેલને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

Israel-Iran War:ઈરાને ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી જેને ઈઝરાયેલે હવામાં નષ્ટ કરી દીધી હતી. જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાનની એક પણ મિસાઈલ જમીન પર પડી નથી, તેમ છતાં ઈરાને ઈઝરાયેલને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયેલ પર 180થી વધુ બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તમામ મિસાઇલોને તોડી પાડી દીધી છે. જો કે, કેટલીક મિસાઇલોના ટુકડા જમીન પર પડ્યા હતા, કાટમાળમાં દબાઇ જતાં  પશ્ચિમ કાંઠે બે લોકો ઘાયલ થયા હતા. ઈરાનની એક પણ મિસાઈલ જમીન પર પડી ન હોવા છતાં પણ તેણે ઈઝરાયેલને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. કેવી રીતે? જાણો.

ઈરાને ઈઝરાયેલ પર ફતહ-2   મિસાઈલ છોડી હતી

નોંધનિય છે કે. આ વખતે ઈરાને ઈઝરાયેલના શહેરો પર ફતહ-2 મિસાઈલથી હુમલો કર્યો હતો. આ એક હાઇપરસોનિક મિસાઇલ છે, જે 16 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં ઈરાને જાણી જોઈને આ મિસાઈલોનો મોટી સંખ્યામાં ઉપયોગ કર્યો, જેથી ઈઝરાયેલને વધુમાં વધુ નુકસાન થઈ શકે.

મિસાઇલે જમીન પર પડ્યા વિના કેવી રીતે ઇઝરાયેલને મોટું નુકસાન પહોંચાડ્યું?

દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલોને  અમેરિકન-ઇઝરાયેલ એરો-3 અને એરો-2 ડિફેન્સ સિસ્ટમ રોકે છે. જ્યારે ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ ટૂંકા અંતરની મિસાઇલો અને રોકેટોને ખતમ કરવા માટે છે. એરો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની કિંમત 35 લાખ ડોલર (લગભગ 30 કરોડ રૂપિયા) છે. ડેવિડના સ્લિંગમાંથી એક સમયે 1 મિલિયન ડોલર (8.30 કરોડ)ની મિસાઇલો છોડવામાં આવે છે. આ મુજબ 180 મિસાઈલોને નષ્ટ કરવામાં ઈઝરાયેલને લગભગ 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઈરાને ઈઝરાયેલના આ ખાસ સ્થળો પર હુમલો કર્યો હતો

ઈરાને ઈઝરાયેલમાં ચોક્કસ સ્થળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમાં મોસાદ હેડક્વાર્ટર, નેવાટીમ એરબેઝ અને ટેલ નોફ એરબેઝનો સમાવેશ થાય છે. જોકે, એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝકિયાને કહ્યું - અમે ઈઝરાયેલની હિમાકતનો  જવાબ આપ્યો છે, જે આપણા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ પહેલા 27 સપ્ટેમ્બરના રોજ, ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર 80 ટનના બસ્ટર બંકર બોમ્બથી હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget