મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનના વિરોધમાં સોમવારે ગાંધીનગર સહિત દેશભરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

BJP Nationwide Protest: દેશનો રાજકીય માહોલ ફરી એકવાર વાણી-વર્તન અને ચૂંટણી પ્રક્રિયાને લઈને વધુને વધુ તણાવપૂર્ણ બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ રાજકીય ગરમી વધારી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનના વિરોધમાં સોમવારે ગાંધીનગર સહિત દેશભરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘ-5 સર્કલથી ગાંધીનગર સ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય સુધી 500 મીટર લાંબી વિશાળ વિરોધ રેલી યોજી મલ્લિકાર્જુન ખડગે સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો એકબીજાની સામે આવ્યા હતા.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર ભાજપ આક્રમક છે ત્યારે વિપક્ષ દિલ્હીમાં ચૂંટણી પંચ સામે શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે. વેપારીઓની અપીલથી પ્રસ્તાવિત રેલીના સમયપત્રક અંગે પણ નવી ચર્ચા શરૂ થઈ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે બિહારની રાજધાની પટનામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમ બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. ખડગે મતદાર યાદીના ખાસ ઊંડાણપૂર્વકના સુધારામાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો પ્રક્રિયામાં અનિયમિતતાઓમાં સામેલ લોકોને જેલમાં મોકલવામાં આવશે.
STORY | Bihar: BJP worker files police complaint over Kharge's 'baap' remark targeting Modi A BJP worker in Bihar filed a police complaint against Congress president Mallikarjun Kharge over his controversial remarks targeting Prime Minister Narendra Modi. An officer at Kotwali police station in Patna said a complaint was submitted on Sunday evening regarding Kharge’s comments. READ: https://t.co/oReftfAK7F
— Press Trust of India (@PTI_News) October 26, 2026
ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી અને સોમવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને હિન્દુસ્તાની અવમ મોર્ચાના નેતાઓએ પણ કોંગ્રેસ પ્રમુખની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે.
પટનામાં ભાજપના કાર્યકર્તા કૃષ્ણ કુમાર સિંહે ખડગેના નિવેદન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રવિવારે સાંજે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Before You Go
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત






















