શોધખોળ કરો
Advertisement
રાજ્યસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, ચાર ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં
. હાલમાં સતાવાર રીતે રાજીનામું આપનારા ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો લાગ્યો છે. હોર્સ ટ્રેડિંગના ડરના કારણે ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં લઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોગ્રેસના ચાર ધારાસભ્યોએ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સોંપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ આવતીકાલે આ ચાર કોગ્રેસના ધારાસભ્યોના નામનો ખુલાસો કરશે. હાલમાં સતાવાર રીતે રાજીનામું આપનારા ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. વિધાનસભાના અધ્યક્ષે રાજીનામા સ્વીકાર્યા હોવાની વાત કરી હતી.
લિંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાતોરાત રાજીનામું આપી દીધું હોવાનું લલિત કગથરાએ પૃષ્ટિ કરી હતી. તે સિવાય મંગલ ગાવિત અને પ્રદ્યુમન સિંહ જાડેજાનું નામ રાજીનામું આપનારા કોગ્રેસના ધારાસભ્યોમા છે. નોંધનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્યોને બહાર મોકલવામાં વ્યસ્ત રહી ત્યારે ભાજપે ખેલ પાડી દીધો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણાં સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતા આ ધારાસભ્યનો સંર્પક કરી રહ્યાં હતા જોકે સંર્પક થઈ શક્યો નહતો.
નોંધનીય છે કે કોગ્રેસે ગુજરાતના પોતાના 14 ધારાસભ્યોને શનિવારે જયપુર લઇ ગઇ છે. આ ધારાસભ્યો જયપુરમાં ફાઇવ સ્ટાર હોટલ શિવ વિલાસમાં રોકાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement