શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
સી.આર. પાટીલનો આરટી-પીસીઆરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિલમાં રહેવાની ડોક્ટરે સલાહ આપી છે. તેઓ હાલ ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આજે પોઝિટિવ આવ્યો છે. તેમણે ગઈ કાલે એન્ટીજન અને આરટી-પીસીઆર એમ બે ટેસ્ટ કરાવ્યા છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, આરટી-પીસીઆરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિલમાં રહેવાની ડોક્ટરે સલાહ આપી છે. તેઓ હાલ ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
પાંચ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા પછી તેઓ 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેશે. તેમણે ગઈ કાલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.
ગઈ કાલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીતમાં સી.આર. પાટીલે વાતચીત કરી હતી. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, તેમણે મંગળવારે સવારે 11 વાગ્યે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. તેમના કેટલાક સાથીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ તેમને દિલ્લી પણ જવાનું હોવાથી આજે તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
જોકે, તેમને કોરોના કોઈ જ લક્ષણ નથી. પરંતુ તેમને આગામી દિવસોમાં દિલ્લી અને પાર્લામેન્ટમાં જવાનું હોય અને પાર્લામેન્ટમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવના સર્ટિફિકેટ આપવાના હોય, તેમણે ટેસ્ટ કરાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement