શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ સૌરાષ્ટ્રની કઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીકળ્યા આગળ?
ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ ૪૮૨૩ અને ભાજપના બ્રિજેશ મેરજાને ૪૦૪૬ મત મળ્યા છે. તેમજ કોંગ્રેસ ૭૭૭ મતોથી આગળ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણમાં ભાજપ બાજી મારી ગયું છે. ભાજપ 6 બેઠકો પર, જ્યારે કોંગ્રેસ બે બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. કરજણ પછી સૌરાષ્ટ્રની મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ નીકળી ગયા છે.
મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાથી આગળ નીકળી ગયા છે. આમ, ત્રીજા રાઉન્ડના અંતે મોરબી બેઠક પર કોંગ્રેસ આગળ નીકળી ગયું છે. ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ ૪૮૨૩ અને ભાજપના બ્રિજેશ મેરજાને ૪૦૪૬ મત મળ્યા છે. તેમજ કોંગ્રેસ ૭૭૭ મતોથી આગળ છે. આ સિવાય અબડાસા, ધારી, ગઢડા, લીંબડી, કપરાડા અને ડાંગ બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
કોની કોની વચ્ચે છે સીધી ટક્કર
અબડાસા- ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસમાંથી શાંતિલા સેંધાણી
મોરબી- ભાજપમાંથી બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતિ જયરાજ
લીંબડી- ભાજપમાંથી કિરિટસિંહ રાણા અને કોંગ્રેસમાંથી ચેતન ખાચર
ધારી- ભાજપમાંથી જે.વી. કાકડિયા અને કોંગ્રેસમાંથી સુરેશ કોટડિયા
ગઢડા- ભાજપમાંથી આત્મારામ પરમાર અને કોંગ્રેસમાંથી મોહન સોલંકી
કરજણ- ભાજપમાંથી અક્ષય પટેલ અને કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા
કપરાડા- ભાજપમાંથી જીતુ ચૌધરી અને કોંગ્રેસમાંથી બાબુ વરઠા
ડાંગઃ ભાજપમાંથી વિજય પટેલ અને કોંગ્રેસમાંથી સૂર્યકાંત ગાવિત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement