શોધખોળ કરો

ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા

સાત દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ચાલતા વનપાલ અને વન રક્ષકની હડતાળ આજે પૂર્ણ થશે. વન મંત્રી અર્જૂન મોઢવાડીયા, વનવિભાગના અધિકારી અને વનકર્મીઓના સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાત દિવસની વનપાલ-વન રક્ષક હડતાળ આજે સમાપ્ત.
  • સરકારે રિસ્ક એલાઉન્સ, મહેકમ, યુનિફોર્મ માંગણીઓ સ્વીકારી.
  • બાકી પ્રશ્નો માટે નાણાં-વહીવટ વિભાગની મંજૂરી મેળવાશે.

સાત દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ચાલતા વનપાલ અને વન રક્ષકની હડતાળ આજે પૂર્ણ થશે. વન મંત્રી અર્જૂન મોઢવાડીયા, વનવિભાગના અધિકારી અને વનકર્મીઓના સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં વનકર્મીઓના મોટાભાગના પ્રશ્નો પર સહમતી સંધાઈ હતી. ખાસ કરીને રિસ્ક એલાઉન્સ, મહેકમ અને યુનિફોર્મ અંગે વનકર્મીઓની માંગનો સરકારે સ્વીકાર કર્યો છે. સાથે જ બાકી રહેલા મુદ્દાઓ માટે નાણા અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી મેળવવામાં આવશે. વનકર્મચારીઓની કામગીરી અને તેમની માંગ પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની વનમંત્રી અર્જૂન મોઢવાડીયાએ ખાતરી આપી હતી. સરકાર સાથેની હકારાત્મક બેઠક બાદ વન કર્મચારીઓ પણ આંદોલનનો અંત લાવવાની જાહેરાત કરી હતી. 

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર હંમેશા નાના કર્મચારીઓના હિત અને તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક નિર્ણયો લેવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણય અંગે વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વન વિભાગ હેઠળ ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ આંદોલનના સંદર્ભમાં હકારાત્મક અભિગમ અપનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર, આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે કર્મચારીઓની માંગણીઓ અંગે  હકારાત્મક અને સુખદ અંત આવ્યો છે.
 
આ અંગે વિગતવાર માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમુક બાકી રહેતા પ્રશ્નો અથવા મુદ્દાઓ અંગે 'સામાન્ય વહીવટ વિભાગ'  અને 'નાણાં વિભાગ'ની મંજૂરી જરૂરી હોવાથી નિયમોનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં જ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. વન વિભાગના કર્મચારીઓ અત્યંત પ્રતિકૂળ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાત-દિવસ સતત કાર્યરત રહ્યા છે જેના પરિણામે જ આજે રાજ્યમાં વન સંપદા અને વન્યજીવોની સુરક્ષા સુરક્ષિત રહી શકી છે. આ બેઠકમાં થયેલી ફળદ્રુપ અને હકારાત્મક ચર્ચાઓને ધ્યાનમાં રાખીને કર્મચારી મંડળ દ્વારા પણ આંદોલનનો સત્તાવાર રીતે અંત લાવવાની સહર્ષ સંમતિ દર્શાવવામાં આવી છે. સરકારના આ સકારાત્મક વલણથી વન વિભાગના કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે.

વન વિભાગના કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે વિભાગના અધિકારીઓ તથા સંબંધિત સંગઠનના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર પરસ્પર સહમતિ સધાઈ છે. જ્યારે બાકીના અમુક મુદ્દાઓ માટે નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી જરૂરી હોવાથી તેમની મંજૂરી મેળવ્યા બાદ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. ગુજરાત વન વિભાગના કર્મચારીઓ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ વન અને વન્યજીવોની સુરક્ષા નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. રાજ્ય સરકાર તેમની વ્યાજબી માંગણીઓ અને લાગણીઓ પ્રત્યે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. આજની બેઠક હકારાત્મક રહી છે અને કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટવા માટે સંમત થયા છે. વન કર્મચારીઓના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે.

Frequently Asked Questions

વનપાલ અને વન રક્ષકોની હડતાળ શા માટે સમાપ્ત થઈ?

સરકાર અને વનકર્મીઓના સંગઠન વચ્ચે થયેલી બેઠકમાં મોટાભાગના પ્રશ્નો પર સહમતી સધાઈ હતી. આ હકારાત્મક બેઠક બાદ આંદોલન સમેટવાની જાહેરાત કરાઈ.

વનકર્મીઓની કઈ મુખ્ય માંગણીઓ સરકારે સ્વીકારી છે?

સરકારે વનકર્મીઓની રિસ્ક એલાઉન્સ, મહેકમ અને યુનિફોર્મ અંગેની મુખ્ય માંગણીઓ સ્વીકારી છે. બાકીના મુદ્દાઓ માટે નાણા અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી મેળવાશે.

વનકર્મીઓની હડતાળ કેટલા દિવસ ચાલી અને ક્યાં યોજાઈ હતી?

વનપાલ અને વન રક્ષકોની હડતાળ સાત દિવસ સુધી ચાલી હતી. આ હડતાળ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં યોજાઈ હતી.

વનકર્મીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોની વચ્ચે બેઠક યોજાઈ હતી?

વન મંત્રી અર્જૂન મોઢવાડીયા, વનવિભાગના અધિકારીઓ અને વનકર્મીઓના સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
સરકારી જમીનના દબાણો હટાવવાની પ્રક્રિયા બનશે સરળ, મહેસૂલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
સરકારી જમીનના દબાણો હટાવવાની પ્રક્રિયા બનશે સરળ, મહેસૂલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Embed widget