શોધખોળ કરો

રૂપાણી સરકારે રાજ્યના લાખો ખેડૂતોના ફાયદામાં લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત ? 

મિલકતના ખરીદ-વેચાણના કામે, બેંકમાંથી લોન મેળવવા, મોર્ગેજ દસ્તાવેજ કરાવવા, ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવી વિવિધ કામગીરી માટે બોજા પ્રમાણપત્રની નકલ પણ ઓનલાઈન મળી જશે.

ગાંધીનગરઃ રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના ફાયદામાં મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પરિણામે અનેક ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ૨૩ જેટલી સેવાઓ ઓનલાઈન કર્યા બાદ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા બોજાનું પ્રમાણપત્ર અને વેચાણ દસ્તાવેજની ઈન્ડેક્સ-૨ (અનુક્રમણિકા નંબર-૨)ની નકલની સેવાઓ પણ હવેથી ઓનલાઈન કરી દીધી છે. આ નિર્ણયને કારણે પક્ષકારો અને વકીલોને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ નહીં જવું પડે. i-ORA પોર્ટલ પરથી જરૂરી માહિતી આપવાથી વિગતો ઉપલબ્ધ થશે તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતુ. નોંધનીય છે કે, ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. જમીનના શરતફેર, બિનખેતી જેવી વિવિધ પ્રકારની પરવાનગીની અરજીઓ સાથે પણ ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. તેના માટે મૂળ ખેડૂત ખાતેદારોને મામલતદારને જરૂરી વિગત સાથે અરજી કરવી પડે છે. હવે આ સેવા માટે ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા જ ઈ-મેલ કે SMSથી નિર્ણયની જાણ કર્યા બાદ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ઉપલબ્ધ થઈ જશે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલા દસ્તાવેજોની અનુક્રમણિકા તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, મિલકતના ખરીદ-વેચાણના કામે, બેંકમાંથી લોન મેળવવા, મોર્ગેજ દસ્તાવેજ કરાવવા, ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવી વિવિધ કામગીરી માટે બોજા પ્રમાણપત્રની નકલ પણ ઓનલાઈન મળી જશે. તેમજ વેચાણ દસ્તાવેજની ઈન્ડેક્સ-૨ની નકલ પણ કચેરીમાં ગયા વગર ઘરે બેઠા મેળવી શકાશે.

ટોપ સ્ટોરી

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget