શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોને કોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની મંજૂરી બિલકુલ નહીં મળે? જાણો વિગત
આજ સાંજ સુધીમાં આ માટેનું પોર્ટલ તૈયાર થઈ જશે, જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની સરકારે મંજૂરી આપી દીધી છે. આજ સાંજ સુધીમાં આ માટેનું પોર્ટલ તૈયાર થઈ જશે, જેના પર ઓનલાઇન અરજી કરીને વતન જવા માંગતા લોકોએ મંજૂરી લેવાની રહેશે. જોકે, સરકારે આ સાથે કયા કયા લોકોને વતન જવા દેવામાં નહીં આવે તે અંગે પણ સ્પષ્ટતા કરી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં જવાની કે આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત જે લોકોએ ઓનલાઇન પોર્ટલ પર મંજૂરી નહીં મેળવી હોય, તે લોકો પણ પોતાના વતન જઈ શકશે નહીં.
આ ઉપરાંત પોર્ટલ પર મંજૂરી મળી ગયા પછી તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ દરમિયાન કોઇ વ્યક્તિને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે તો આવી વ્યક્તિને વતન જવાની મંજૂરી આપવામાં આવશે. એટલું જ નહીં, વતન પહોંચ્યા પછી ત્યાંના સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા પણ ફરીથી સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો અહીં પણ કોઈ લક્ષણ દેખાશે, તો તેમને ઘરે જવા દેવામાં નહીં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion