શોધખોળ કરો

ગુજરાત સરકારે ફેક્ટરી માલિક-ઔદ્યોગિક એકમોને આપી મોટી છૂટ, જાણો કઈ રીતે થશે મોટો ફાયદો ?

લોકડાઉન વચ્ચે ગુજરાત સરકારે 20 એપ્રિલથી કેટલાક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી આપી છે.

અમદાવાદઃ ગુજરાત સરકારે 20 એપ્રિલથી કેટલાક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી આપી છે. ગુજરાત સરકારે બહુ મોટો નિર્ણય લઈને જે વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો કાર્યરત થવાના છે ત્યાં મહત્તમ 12 કલાકની શિફ્ટ રાખવાની છૂટ આપવામાં આવેલી છે. હાલમાં કામદારોની અછત છે ત્યારે ઔદ્યોગિક એકમો માટે આ નિર્ણય અત્યંત આશિર્વાદરૂપ સાબિત થશે. આ નિર્ણયના કારણે ઔદ્યોગિક એકમો તથા ફેક્ટરી માલિકો ઓછા કામદારો સાથે પણ પોતાના એકમને ફરી ધમધમતું કરી શકશે. આણ આ નિર્ણય તેમના માટે મોટા ફાયદારૂપ છે. આ 12 કલાકની શિફ્ટમાં કામ કરનારા કામદારોને વધારે પગાર આપવો પડશે. આ કામદારોને હાલમા મળી રહેલા વેતનમાં વધારાના કલાકોના પ્રમાણમાં વધારો આપવાનો રહેશે તેમ ગુજરાત સરકારે જણાવ્યું છે. આ જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં છૂટછાટ આપીને કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે પણ આ ઉદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગર પાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૃ કરી શકાશે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર ગુજરાતના શ્રમ રોજગાર વિભાગે એવી સ્પષ્ટ સૂચના આપી છે કે, જે વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો કાર્યરત થશે મહત્તમ 12 કલાકની શિફ્ટ રાખી શકાશે પણ આ 12 કલાકની શિફ્ટમાં કામ કરનારા કામદારોને વેતનમાં પણ સપ્રમાણ વધારો આપવાનો રહેશે. આ ઉપરાંત કામના 6 કલાક પૂરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને 30 મિનિટનો વિરામ આપવો પડશે. આ ઉદ્યોગ એકમોમાં સાંજે 7થી સવારે 6 સુધી એટલે કે રાત્રિના સમય દરમિયાન કોઇ મહિલા કામદાર કે કર્મચારીને ફરજ માટે બોલાવી શકાશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget