શોધખોળ કરો

ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 2026 દરમિયાન 908 ગુનેગારોને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા

Gandhinagar: ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાતીય ગુનાઓ સામે કડક - ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં છે.

Gandhinagar: ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાતીય ગુનાઓ સામે કડક - ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે. આ પ્રકારના કેસોમાં સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની ટોપ ટુ બોટમ લેવલે સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પોલીસની પધ્ધતિ ગુનેગારોને મજબૂત સજા અપાવવા મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

 

રાજ્યમાં વર્ષ2022થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ 1,785 ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અદાલતી ચુકાદાઓની સંખ્યામાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો થયો છે જેમાં વર્ષ 2022માં 194 ચુકાદામાં 107 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2025માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2026 ઓગસ્ટ સુધીમાં એટલે કે ચાલુ વર્ષે આઠ મહિનામાં 346 ચુકાદામાં 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા છે તે પૈકી 35ને આજીવન કેદની સજા ફટકારાઈ છે.

આ પણ વાંચો....ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ

આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કર્યું છે, જેના પરિણામે આજે પીડિતા અને તેના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં પરંતુ ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. માત્ર 72 કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક તપાસ તેમજ ન્યાયતંત્રના કડક અને પ્રશંસનીય અભિગમનું પરિણામ છે. હું ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે આવા ગુનેગારોને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા અપાવીને જ જંપીશું.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું છે કે આ પ્રકારના કેસોમાં અત્યંત સંવેદનશીલતાની સાથે સાથે જરૂરી ઝડપ અને કડકાઈ દાખવીને પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. પીડિતા કે પીડિતાના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાયના ત્રિ-સૂત્ર પર ફોકસ કરવામાં આવે છે. પોક્સો કેસોમાં ત્વરિત ચાર્જશીટ સાથે પ્રત્યેક કેસ ઝડપી અદાલત સુધી પહોંચે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી રહી છે, જેના કારણે કોર્ટ ટ્રાયલ વિના વિલંબે શરૂ થઈ શકે છે અને આરોપીઓને રેકોર્ડ સમયમાં કડક સજા અપાવી શકાય છે.

છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી છે. 16  થી 30  દિવસમાં તપાસ પૂર્ણ કરીને1339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસની ચાર્જશીટ કરી હોય તેવા 5463 ગુનાઓ છે. જે પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં દાખવવામાં આવતી ગંભીરતા અને તેમાં તપાસની ઝડપ દર્શાવે છે.

Advertisement

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget