આ ઘટના ગાંધીનગર નજીક શાહપુર બ્રિજ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં બની હતી. તે ગણેશ વિસર્જન દરમિયાન શુક્રવારે સાંજે બની હતી.
Gandhinagar: ગણેશ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો સાબરમતીમાં ડૂબ્યા, રેસ્ક્યુ ટીમે...
Gandhinagar: ગાંધીનગર નજીક શાહપુર બ્રિજ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં શુક્રવારે સાંજના સમયે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન નદીના પાણીમાં ન્હાવા ઉતરેલા ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા.

- ગાંધીનગરના શાહપુર બ્રિજ પાસે નદીમાં દુર્ઘટના બની.
- ગણેશ વિસર્જન બાદ નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા.
- ફાયર ટીમે બે યુવકોને બચાવ્યા, એક લાપતાની શોધ.
Gandhinagar: ગાંધીનગર નજીક શાહપુર બ્રિજ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં શુક્રવારે સાંજના સમયે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન દરમિયાન નદીના પાણીમાં ન્હાવા ઉતરેલા ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે ત્વરિત કામગીરી હાથ ધરીને બે યુવકોને સલામત બહાર કાઢ્યા હતા, જ્યારે પાણીમાં ગરકાવ એક યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ત્રણેય યુવકો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા
ગાંધીનગર ગિફ્ટ સિટી સ્થિત એક ખાનગી કંપનીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ઉત્સવની પૂર્ણાહુતિ બાદ આજે ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન કરવાનું હતું. જેના પગલે સુરેશ શ્રીયતીપલ પટેલ, આદર્શ કુમાર શંકર શાહ અને આનંદકુમાર રામ નામના ત્રણ યુવકો શાહપુર બ્રિજ ખાતે સાબરમતી નદીના તટે પહોંચ્યા હતા. બાદમાં ત્રણેય યુવકો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈ વધારે હોવાના કારણે અચાનક ત્રણેય યુવકો નિયંત્રણ ગુમાવી બેઠા હતા અને ડૂબવા લાગ્યા હતા.
આ પણ વાંચો... Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
લાપતા યુવકની નદીમાં શોધખોળ ચાલું
આ ઘટના સમયે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ડૂબી રહેલા યુવકોમાંથી સૂરજ અને આદર્શ નામના બે યુવકોએ જેમતેમ કરીને પાણીમાંથી બહાર નીકળી પોતાની જાતને બચાવી લીધી હતી. જોકે તેમની સાથે આવેલો 27 વર્ષીય આનંદકુમાર રામ નામનો યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પ્રતીક ડોડીયા પોતાની રેસ્ક્યુ ટીમ સાથે તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાપતા યુવકની નદીમાં શોધખોળ કરવા છતાં હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે
રાજ્યમાં વરસી રહેલા વરસાદ અને લેટેસ્ટ અપડેટને લઈ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે હવે ડીપ ટ્રફ ધીમે-ધીમે નબળો પડી રહ્યો હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 24 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
Before You Go
DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Frequently Asked Questions
ઘટના કયા સ્થળે બની હતી?
કેટલા યુવકો પાણીમાં ડૂબ્યા હતા અને તેમનું શું થયું?
ગણેશ વિસર્જન દરમિયાન કુલ ત્રણ યુવકો નદીના પાણીમાં ડૂબ્યા હતા. તેમાંથી બે યુવકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
લાપતા યુવકનું નામ શું છે અને તેની શોધખોળ કોણ કરી રહ્યું છે?
લાપતા યુવકનું નામ આનંદકુમાર રામ છે અને તેની ઉંમર 27 વર્ષ છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તેની નદીમાં શોધખોળ કરી રહી છે.
યુવકો શા માટે નદીમાં પડ્યા હતા?
ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યા બાદ ત્રણેય યુવકો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈ વધારે હોવાથી તેઓ નિયંત્રણ ગુમાવી બેઠા હતા અને ડૂબવા લાગ્યા હતા.





















