General Provident Fund: કેન્દ્રીય કર્મચારીઓને નહીં મળે શુભ સમાચાર, સરકારે નથી વધાર્યું GPF પર વ્યાજ
Central Employees: સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યારે તેમને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.
Central Employees: સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના વ્યાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યારે તેમને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.
GPF: સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે GPFના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ ત્રીજા ક્વાર્ટરમાં પણ નરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો અને હજુ પણ સરકારે કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી કર્મચારીઓને હવે ચોથા ક્વાર્ટરમાં પણ પહેલાની જેમ જ માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે.
નાણા મંત્રાલયે 3 જાન્યુઆરીએ બહાર પડેલ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ જનરલ પ્રોવિડન્ટ ફંડનો દર 1 જાન્યુઆરી, 2023 થી 31 માર્ચ, 2023 સુધી લાગુ રહેશે. GPF કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, રાજ્ય રેલ્વે ફંડ, કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ, આર્મ્ડ પર્સનલ પ્રોવિડન્ટ ફંડ અને ઓલ ઈન્ડિયા સર્વિસીસ પ્રોવિડન્ટ ફંડની સાથે અન્ય સરકારી ભવિષ્ય નિધિના વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચોથા ક્વાર્ટરમાં તે 7.1% છે.
GPF શું છે અને કોની માટે છે?
જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતું માત્ર સરકારી કર્મચારીઓ માટે જ ખોલવામાં આવે છે. તે EPF જેવી જ રિટાયરમેન્ટ ફંડ સ્કીમ છે. સરકારી કર્મચારીઓને આ ખાતા હેઠળ 15% સુધીનું રોકાણ તે આ અંતર્ગત કરી શકે છે. આ ખાતાની ખાસ વાત એ છે કે કર્મચારીઓ જરૂર પડ્યે GPF ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અને બાદમાં તેને જમા કરાવી શકાય છે. આમાં સરકાર દ્વારા યોગદાન આપવામાં આવતું નથી, તે માત્ર સરકારી કર્મચારીઓ દ્વારા ફાળો આપવામાં આવે છે.
નાની બચત યોજનાના વ્યાજમાં વધારો
અગાઉ, 30 ડિસેમ્બરે, સરકારે નાની બચત યોજનામાં રોકાણ કરનારા લોકો માટે કેટલીક યોજનાઓના વ્યાજમાં ફેરફાર કર્યો હતો. નાની બચત યોજનાઓ હેઠળ સરકારે વ્યાજ 0.20% થી વધારીને 1.10% કર્યું છે. નાની બચત યોજનાઓ હેઠળ, માત્ર બે યોજનાઓના વ્યાજમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફનો સમાવેશ થાય છે.