Salangpur: સાળંગપુર હનુમાનજી મંદિરમાં 1 કિલો સોનાનો હીરા જડિત મુગટ કરવામાં આવ્યો અર્પણ, 10 કારીગરોને 3 મહિનામાં કર્યો તૈયાર
સાળંગપુર: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે.
સાળંગપુર: સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો હતો.
મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો
તમને જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજથી મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે અને કથામાં ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જોવા મળી રહ્યો છે. ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે. આજે સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો.
સુરતના ઉધોગપતિ ઘનશ્યામભાઈ ભંડેરી દ્વારા અર્પણ કરાયો મુગટ
હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. જે સુરતના ઉધોગપતિ ઘનશ્યામભાઈ ભંડેરી દ્વારા અર્પણ કરાયો છે. આ મુગટ સુરતમાં જ બનાવવામાં આવ્યો છે અને મુગટ અને કુંડળ 1કિલો સોનામાંથી બનાવવામાં આવ્યા છે. આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. તો મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઇ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. તો કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો છે.
નોંધનીય છે કે, સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો. સુરતમાં બનેલો દાદાનો આંખોને આંજી દે એવો મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. હાલમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો સાળંગપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે.