શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં લાંચ લેતા કયા 10 પોલીસકર્મીઓની ક્યાં કરાઈ બદલી, જુઓ લિસ્ટ
રાજ્ય પોલીસ વડાએ આ તમામ પોલીસ કર્મચારીઓને સંબંધિત સ્થળે હાજર થયા બાદ તાત્કાલિક ધોરણે ફરજ મોકુફી હેઠળ મુકવાના આદેશો પણ કર્યા છે.
અમદાવાદ: રાજ્યમાં લાંચ લેતા ઝડપાયેલા 10 પોલીસકર્મીની સાગમટી બદલી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ અને ખેડા સહિતના લાંચીયા પોલીસ કર્મચારીની દૂરના સ્થળે બદલી કરાઈ છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ લાંચ લેતા પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી છે.
રાજ્ય પોલીસ વડાએ આ તમામ પોલીસ કર્મચારીઓને સંબંધિત સ્થળે હાજર થયા બાદ તાત્કાલિક ધોરણે ફરજ મોકુફી હેઠળ મુકવાના આદેશો પણ કર્યા છે. આમ ભાટીયા દ્વારા પોલીસ વિભાગમાં વ્યાપેલી ભ્રષ્ટાચારની બદીને નાથવા ત્વરીત અને શકય પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજયના વિવિધ ઠેકાણે ફરજ બજાવતા અને લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયેલા ૧૦ પોલીસ કર્મચારીઓની દુરના સ્થળે બદલી કરી નાંખી છે.
પ્રભુદાસ ડામોરની ડાંગ બદલી કરાઈ છે. ક્રિશ્ના બારોટની ગાયકવાડ હવેલીથી પોરબંદર, દિલીપચંદ્ર જી બારોટની પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે. સુભાષ શર્માની આણંદથી ભાવનગર, હીરાભાઈ પરમાભાઈની બોકાર પોલીસ સ્ટેશન (મહિસાગર)થી પોરબંદર, નારણ ભરવાડની ખેડાથી પોરબંદર, આલાભાઈ જેઠાભાઈ ખેડાથી પોરબંદર, પ્રવિણ ચંદ્રાલાની હળવદ પોલીસ સ્ટેશનથી છોટા ઉદેપુર, કિરિટી ઝાલાની વાંકાનેરથી તાપી, રવિન્દ્ર ચૌહાણી બગવદરથી તાપી બદલી કરવામાં આવી છે.
દિલીપચંદ્ર બારોટ રૂ. 100, સુભાષ શર્મા રૂ. 500, હીરાભાઈ પરમાભાઈ રૂ.2500, નારણ ભરવાડ રૂ. 10,000, આલાભાઈ જેઠાભાઈ રૂ. 10,000, પ્રવિણ ચંદ્રાલા રૂ. 40,000, કિરીટસિંહ ઝાલા રૂ. 50,000 અને રવિન્દ્ર ચૌહાણ રૂ. 60,000ની લાંચ લેતા ઝડપાયા હતા.
કોરોનાના કેસ વધતાં દેશના આ શહેરમાં 2 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી કલમ 144, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
બિઝનેસ
Advertisement