અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 105 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે સાંજે 6 કલાક બાદ આવેલ નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 871એ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 36એ પહોંચી ગયો છે. આજે જે નવા 105 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 42, સુરતમાં 35, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8, નર્મદામાં 4, અને ગાંધીનગર, પંચમહાલ, ખેડામાં 1-1-1 કેસ આવ્યા છે.
| જિલ્લો | કેસ | પુરૂષ | સ્ત્રી |
| અમદાવાદ | ૪૨ | ૨૫ | ૧૭ |
| સુરત | ૩૫ | ૧૩ | ૨૨ |
| વડોદરા | ૦૬ | ૦૪ | ૦૨ |
| રાજકોટ | ૦૩ | ૦૧ | ૦૨ |
| બનાસકાાંઠા | ૦૪ | ૦૩ | ૦૧ |
| આણાંદ | ૦૮ | ૦૫ | ૦૩ |
| નમજદા | ૦૪ | ૦૨ | ૦૨ |
| ગાાંધીનગર | ૦૧ | ૦૦ | ૦૧ |
| ખેડા | ૦૧ | ૦૦ | ૦૧ |
| પાંચમહાલ | ૦૧ | ૦૧ | ૦૦ |
| કુલ | ૧૦૫ | ૫૩ | ૫૨ |
આજે જે ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં કચ્છ જિલ્લાના 62 વર્ષના પુરુષ, બોટાદ જિલ્લાના 80 વર્ષના પુરુષ અને અમદાવાદની 60 વર્ષની સ્ત્રીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જે 871 કેસ જેમાંથી 05 ક્રિટિકલ છે જ્યારે 766 સ્ટેબલ છે. જ્યારે 64 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 36એ પહોંચ્યો છે.
| ક્રમ | જીલ્લો | કેસ | મૃત્યુ | ડિસ્ચાર્જ |
| ૧ | અમદાવાદ | ૪૯૨ | ૧૭ | ૧૭ |
| ૨ | વડોદરા | ૧૨૭ | ૫ | ૭ |
| ૩ | સુરત | ૮૬ | ૫ | ૯ |
| ૪ | રાજકોટ | ૨૭ | ૦ | ૮ |
| ૫ | ભાવનગર | ૨૬ | ૩ | ૭ |
| ૬ | આણાંદ | ૨૫ | ૦ | ૦ |
| ૭ | ગાાંધીનગર | ૧૭ | ૧ | ૮ |
| ૮ | પાટણ | ૧૪ | ૧ | ૪ |
| ૯ | ભરૂચ | ૧૩ | ૦ | ૦ |
| ૧૦ | પાંચમહાલ | ૬ | ૧ | ૦ |
| ૧૧ | બનાસકાાંઠા | ૬ | ૦ | ૦ |
| ૧૨ | નમમદા | ૬ | ૦ | ૦ |
| ૧૩ | છોટા ઉદેપુર | ૫ | ૦ | ૦ |
| ૧૪ | કચ્છ | ૪ | ૧ | ૦ |
| ૧૫ | મહેસાણા | ૪ | ૦ | ૦ |
| ૧૬ | પોરબાંદર | ૩ | ૦ | ૩ |
| ૧૭ | ગીર-સોમનાથ | ૨ | ૦ | ૧ |
| ૧૮ | દાહોદ | ૨ | ૦ | ૦ |
| ૧૯ | ખેડા | ૨ | ૦ | ૦ |
| ૨૦ | જામનગર | ૧ | ૧ | ૦ |
| ૨૧ | મોરબી | ૧ | ૦ | ૦ |
| ૨૨ | સાબરકાાંઠા | ૧ | ૦ | ૦ |
| ૨૩ | બોટાદ | ૧ | ૧ | ૦ |
| કુલ | 871 | 36 | 64 |
છેલ્લા 24 કલાકમાં 2971 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 176 પોઝિટિવ, 2795 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 20204 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 871 પોઝિટિવ આવ્યા છે જ્યારે 19333 નેગેટિવ આવ્યા છે.