ગુજરાત યુનિવર્સિટીની આ કોલેજમાં કોરોનાના 11 પોઝિટિવ કેસ આવતા ખળભળાટ
ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવેલ મહિલા પોલીટેક્નિક કોલેજમાં કોરોનાના કેસ સામે આવતા કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા પોલિટેકનીક કોલેજમાં ત્રણ દિવસમાં 11 પોઝિટિવ કેસ આવ્યા છે. તેથી તમામ સ્ટાફે પ્રિન્સિપાલને રજૂઆત કરી કે તમામ સ્ટાફને વર્કફ્રોમ હોમ આપવામાં આવે. જે બાદ મહિલા પોલિટેક્નિક કોલેજના સંચાલકોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. ત્યાંથી જવાબ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરીશું તેવી વાત પ્રિન્સિપાલે કરી છે. જો કે કેસ આવ્યા બાદ તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 109, સુરતમાં 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન -30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11 અને કચ્છ 10 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 293, વડોદરા કોર્પોરેશનમાં 110, રાજકોટ કોર્પોરેશનમાં 86, સુરતમાં 18, ખેડા 18, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 3, સાબરકાંઠા 10, મહેસાણા 11, રાજકોટ 20,વડોદરા 20, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 9 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 30,48,462 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,96,893 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,16,439 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.