શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 1,29,875  પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 23150 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,29,875 પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 23150 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,29,875 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 244 લોકો વેન્ટીલેટર પર છે. 129631 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 905833 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10230 લોકોના મોત થયા છે. 

ગુજરાતમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  15 મોત થયા. આજે 1,88,588 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8194, વડોદરા કોર્પોરેશનમાં 2823, સુરત   કોર્પોરેશનમાં 1876,  રાજકોટ કોર્પોરેશનમાં 1707, વડોદરા 886, સુરત 612, આણંદ 565, જામનગર કોર્પોરેશન 563,  ગાંધીનગર કોર્પોરેશન 547, કચ્છ 462,   ભરુચ 448,   ભાવનગર કોર્પોરેશનમાં 401,  મોરબી 373, વલસાડમાં 359,    ગાંધીનગરમાં 327, રાજકોટ 322, બનાસકાંઠા 252, નવસારી 240, મહેસાણા 238, પાટણ 236, અમરેલી 213,  સાબરકાંઠા 186, ખેડા 169, જામનગર 167, સુરેન્દ્રનગર 144,  અમદાવાદમાં 138, જૂનાગઢ કોર્પોરેશન 104, તાપી 87, દાહોદ 81, પંચમહાલ 74,  દેવભૂમિ દ્વારકા 73,  જૂનાગઢ 52, પોરબંદર 51, નર્મદા 46, ભાવનગર 35,   ગીર સોમનાથમાં 35,મહીસાગર 20, બોટાદ 16, અરવલ્લી 12, છોટા ઉદેપુર 8 અને  ડાંગમાં 8 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 129875 કેસ છે. જે પૈકી 244 વેન્ટીલેટર પર છે, જ્યારે 129631 નાગરિકો સ્ટેબલ છે. 905833 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,230 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 15 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત  કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 3, નવસારી  1, અને અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 256 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5547 લોકોને પ્રથમ અને 20484 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24848 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 58029 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 37389 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 42024 લોકોને અપાયો છે.  આજે કુલ 1,88,588 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,62,28,391 લોકોને રસી અપાઈ છે.

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

Embed widget