શોધખોળ કરો

Gir Somnath: સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી મળી આવ્યો સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ,મોતનું રહસ્ય ઘેરાયું

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગીર સોમનાથમાં વિદ્યાર્થીનો લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચાર.
  • ઋષિ આશ્રમ નજીકથી મળેલ મૃતદેહની તપાસ શરૂ કરાઈ.
  • ભાવનગર ઝેરી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો.
  • મિત્રોએ ઝેરી દારૂ પીવડાવી હત્યા કરી હતી.

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રાપાડામાં આવેલા ઋષિ આશ્રમ નજીક નવદુર્ગા માતાજીના મંદિર પાસેના પવિત્ર શ્રવણકુંડમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની પ્રાથમિક ઓળખ પનાદર ગામના વતની વિશ્વાસ રમેશભાઈ વંશ તરીકે થઈ છે. વિશ્વાસ સુત્રાપાડાની આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને સ્થાનિક વિવેકાનંદ વિનય મંદિર સ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતો હતો.

 

વહેલી સવારે અન્ય વિદ્યાર્થીઓ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને શ્રવણકુંડમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ નજરે પડ્યો હતો. સગીર વિદ્યાર્થીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે અને મોતનું કારણ હજુ સુધી અસ્પષ્ટ હોવાથી રહસ્ય વધુ ઘેરાયું છે. ઘટનાની ગંભીરતાને જોઈને સુત્રાપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનો તથા લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો...નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે

લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો

ભાવનગરના લઠ્ઠાકાંડને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવડાવી મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.  વધુ એકના મોત સાથે ઝેરીલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકનું મોત થતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. ભાવેશની હત્યાનો આરોપ મુકેશ પટેલ અને સંજય નામના મિત્ર પર  લાગ્યો છે.

ઝેરી રોયલ સ્ટેગ પીધા બાદ ભાવેશની તબિયત લથડી

ભાવેશને ઝેરી રોયલ સ્ટેગની બોટલ સંજય અને મુકેશ પટેલ નામના શખ્સે આપી હતી. ઝેરી રોયલ સ્ટેગ પીધા બાદ ભાવેશની તબિયત લથડી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને વિસેરા લઈ પરિક્ષણમાં લેબમાં મોકલ્યા હતાં. આ રિપોર્ટમાં ઝેરી દારુ પીવાથી ભાવેશ વિસાણીનું મોત થયાનો ઉલ્લેખ છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં બાકી બે પોલીસ કોન્સ્ટેબલ અને દિલ્લીના શખ્સને પણ શુક્રવારના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરાયા. ત્યારે હવે ઝેરી લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈસ સહિત કુલ 40 લોકો જેલમાં છે. જ્યારે આ મામલે એસએમસીની તપાસ દરમિયાન ફરજ બેદરકારીને લઈ બે પીઆઈ, એક મહિલા એએસઆઈ, ચાર કોન્સ્ટેબલ સહિત 7ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Frequently Asked Questions

ગીર સોમનાથના સુત્રાપાડામાં કઈ ઘટના સામે આવી છે?

સુત્રાપાડાના શ્રવણકુંડમાંથી એક સગીર વિદ્યાર્થી વિશ્વાસ વંશનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તે ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.

સુત્રાપાડામાં મળી આવેલા વિદ્યાર્થીના મોતના કારણ અંગે શું માહિતી છે?

સગીર વિદ્યાર્થીના મોતના કારણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે?

ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકના મોતથી આ આંક વધ્યો છે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં ભાવેશ વિસાણીનું મોત કેવી રીતે થયું?

ભાવેશના મિત્રો મુકેશ પટેલ અને સંજયે તેને ઝેરી રોયલ સ્ટેગની બોટલ પીવડાવી હતી. જેનાથી તબિયત લથડતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget