શોધખોળ કરો
Advertisement
UPSC સિવિલ સર્વિસિઝ એક્ઝામમાં ગુજરાતના કયા 13 ઉમેદવારોએ મેદાન માર્યું? આ રહ્યું લિસ્ટ
યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2019ના જાહેર કરાયેલા રિઝલ્ટમાં ગુજરાતના 13 ઉમેદવારોની ઈન્ટરવ્યુમાં પસંદગી થઈ છે.
યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2019ના જાહેર કરાયેલા રિઝલ્ટમાં ગુજરાતના 13 ઉમેદવારોની ઈન્ટરવ્યુમાં પસંદગી થઈ છે. જેમને હવે પછી કેડર એલોકેશન થશે અને ત્યાર બાદ તાલીમ પૂર્ણ થયે સ્ટેટ એલોકેશન કરવામાં આવશે. સ્પીપાના ગત વર્ષે 19 ઉમેદવાર પસંદ થયા હતાં. જેમાં હરિયાણાના પ્રદીપ સિંઘે UPSCની પરીક્ષામાં ટોપ કર્યું છે. બીજા નંબર જતિન કિશોર, ત્રીજા નંબર પ્રતિભા વર્મા છે. કુલ 829 ઉમેદવારો ઉતિર્ણ થયા છે. ત્યારે ગુજરાતના કાર્તિક જીવાણીએ દેશમાં 84મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. જ્યારે દેશમાં ગુજરાતના 13 ઉમેદવારોએ સફળતા મેળવી છે.
2017/18માં સૌથી વધુ 22 ઉમેદવારો પસંદ થયા હતા. 13 ઉમેદવારમાંથી માત્ર બે મહિલા ઉમેદવાર છે. 13 પૈકી 6 બીઈ કે બીટેક, 1 એમબીબીએસ, 2 બીકોમ, 3 બીબીએ-એલએલબી, 1 બીએસસી, 1 બીપીટીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. સ્પીપાના ચાલુ અને જૂની બેચના મળી કુલ 128 ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી. 128 ઉમેદવારમાંથી કુલ 41 ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈ થયા હતા. જેમના ઈન્ટરવ્યૂ યુપીએસસી દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા.
સ્પીપાના સફળ ઉમેદવારો
ક્રમ | નામ | રેન્ક | શૈક્ષણિક લાયકાત |
1 | જીવાણી કાર્તિક નાગજીભાઈ | 84 | બીટેક |
2 | અગ્રવાલ જીતેન્દ્ર મુરારિલાલ | 128 | એમબીબીએસ |
3 | આર્કષી જૈન | 140 | બીબીએ, એલએલબી |
4 | ઉમેશ પ્રસાદ ગુપ્તા | 162 | બીટેક |
5 | ડોબરિયા ચિંતન પ્રભુભાઈ | 376 | બીટેક |
6 | સિંઘ પ્રભાત જ્ઞાનેન્દ્ર | 377 | બીએસસી |
7 | બારોટ હિરેન જીતેન્દ્રભાઈ | 538 | બીકોમ |
8 | પરમાર પિન્કેશકુમાર લલિતકુમાર | 575 | બીઈ |
9 | રામ ચંદ્ર જાખર | 605 | બીએ, એલએલબી |
10 | રૂપેલા સંદીપ મુકેશકુમાર | 701 | બીકોમ |
11 | કંધારે પ્રજ્ઞા કૈલાશ | 719 | બીઈ |
12 | આગ્જા પ્રવીણકુમાર ગોવિંદભાઈ | 755 | બીટેક |
13 | પ્રિયાંક ગલ્ચર | 799 | બીપીટી |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement