શોધખોળ કરો

Weather Alert: ઉત્તરાયણમાં વરસાદ ? આગામી 3 દિવસ ગુજરાતમાં અહીં માવઠાની થઇ મોટી આગાહી

Gujarat Weather: ગુજરાત પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. માવઠાની આગાહી સાથે ખેડૂતોની પણ ચિંતા પેઠી છે. રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે

Gujarat Weather: આગામી 14 જાન્યુઆરીએ ગુજરાતમાં મકરસંક્રાતિનો પર્વ ઉજવવામાં આવશે. ગુજરાતમાં 14 અને 15મી જાન્યુઆરીએ લોકો ધામધૂમથી ઉત્તરાયણનો તહેવાર ઉજવશે ત્યારે આ બધાની વચ્ચે હવામાનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. આગાહી છે કે, આ દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની પ્રમાણે, આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો ગગડશે અને લોકો ઠંડીમાં ઠૂંઠવાશે સાથે જ માવઠું પણ થશે. 

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે પવનો ફૂંકાશે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. માવઠાની આગાહી સાથે ખેડૂતોની પણ ચિંતા પેઠી છે. રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે. આગામી તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો છવાશે અને માવઠું થશે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાતાવરણ પલટાશે. ગુજરાતમાં ફરી વાદળોએ મંડાણ માંડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે.

નવા સર્જાયેલા વાતાવરણના યોગ વિશે હવામાન નિષ્ણાત પ્રદીપ શર્માએ કહ્યું કે, રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદમાં આજે 16.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની હવામાન ખાતાની આગાહી છે. વાતાવરણમાં પલટા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલનપુરના જગાણા, ભાગળ, લાલાવડા સહિતના ગ્રામ પંથકમાં વરસાદી છાંટા અનુભવાયા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. જોકે હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે તેવી આગાહી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની અથવા તો માવઠું પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

રાજ્યમાં ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વીજળી પડવાની અને કરા પડે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવારે કાશ્મીર ઘાટીમાં બરફવર્ષા થઈ. હવામાન વિભાગના એલર્ટ મુજબ દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના નીચલા-ઉપરી ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના નીચલા ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે અને પૂર્વી વાયરા સાથે પશ્ચિમી વાયરા જોવા મળી શકે છે. જેનાથી આજે અને કાલે પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને બરફ પણ પડી શકે છે.

આ પણ વાંચો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget