શોધખોળ કરો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Gujarat Weather: આજે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કૉલ્ડવેવ જોવા મળ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયુ છે

Gujarat Weather: ગુજરાતમાં કાલિત ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, આજે રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થતાંની સાથી જ ફરી એકવાર નલિયા ઠંડુગાર શહેર બન્યુ છે. રાજ્યમાં ઠંડા પવનોની સાથે પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થયા હતા. તાજા અપડેટ પ્રમાણે, આજે નલિયા ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. નલિયામાં આજે 3.4 ડિગ્રી સુધીનું સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ, એટલુ જ નહીં રાજ્યના અન્ય શહેરોમાં પણ સૂસવાટા મારતા ઠંડા પવનો ફૂંકાયા હતા.    

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આજે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કૉલ્ડવેવ જોવા મળ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયુ છે. આજે નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન નોંધાતા સમગ્ર શહેર ઠંડુગાર બન્યુ હતું. આ ઉપરાંત આજે રાજ્યના અન્ય 8 શહેરોમાં 10 કે તેથી પણ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાવામાં આવ્યુ હતુ. નર્મદામાં 5.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 9.2 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે. મળતી માહિતી પ્રમાણે, અત્યારે કાતિલ ઠંડીના મારથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. 

નોંધનીય છે કે, રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધશે. ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. ઉત્તર પૂર્વના પવનોથી ગુજરાતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. આવામાં 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. જ્યારે આગામી 6 વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શનિવાર સુધીમાં ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠાની શક્યતાઓ નથી. બે દિવસથી પવનમાં વધારો નોંધાયો છે. હાલ પવનની સ્પીડ સામાન્ય કરતાં વધારે ચાલી રહી છે. 14થી 18 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધી આ પવનની ગતિ આવી જ રહેશે. આ સામાન્યથી થોડો જ વધારે પવનની ગતિ છે એટલે આપણે કોઈ ઊંચાઈવાળા પાકને આનાથી ખતરો થાય તેવું નથી.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, એકથી બે દિવસ તાપમાન થોડું નીચું જઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાશે. ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારોમાં 0થી બે ડિગ્રી સુધીનું તાપમાન પણ જઈ શકે છે. 15 તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. હાલ કાતિલ ઠંડી છે પરંતુ તેનાથી વધારે કોલ્ડવેવ પણ જોવા મળશે. એટલે પવનની ગતિની સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે.

આ પણ વાંચો

Gujarat Weather: નલિયા 6 ડિગ્રી સાથે ફરી ઠંડુગાર બન્યું, અમદાવાદ-રાજકોટમાં પણ ઠંડા પવનો ફૂંકાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget