શોધખોળ કરો
Advertisement
અમદાવાદથી કેવડિયા સી-પ્લેનનું બુકિંગ એક જ દિવસમાં કેમ કરવું પડ્યું બંધ ? જાણો મહત્વની વિગત
સ્પાઇઝ જેટના CEO ના મતે શરૂઆતમાં જ નાગરિકોમાં સી પ્લેનનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં જ 1500 લોકોએ બુકિંગ કરાવ્યું હતું.
અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ 31મી ઓક્ટોબરના રોજ દેશની પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે શરૂઆતમાં જ 1500 લોકોએ બુકિંગ કરાવતા બુકિંગ બંધ કરવું પડ્યું હતું. સ્પાઇઝ જેટના CEO ના મતે શરૂઆતમાં જ નાગરિકોમાં સી પ્લેનનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. જેના કારણે 30 ઓક્ટોબરના રોજ લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરતા સર્વર બંધ થઇ જતા ટિકિટ બુકીંગ બંધ કરવાની ફરજ પડી હતી
આ સી પ્લેનમાં મુસાફરી માટે પ્રવાસી પાસેથી આવન જાવન માટે 3 હજાર રૂપિયા ટિકીટ રાખવામાં આવી છે. ઉડાન યોજના અંતર્ગત એક તરફનું ભાડું 1500 રૂપિયા રાખવામાં આવ્યું છે. 30 ઓક્ટોબર, 2020થી ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ થઈ ગયું છે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે.
અમદાવાદથી દરરોજ સવારે 10:15 કલાકે સી પ્લેન ઉડાન ભરશે અને 10:45 કલાકે કેવડિયા પહોંચશે, જ્યારે કેવડિયાથી 11:45 કલાકે ઉડાન ભરીને 12:15 કલાકે અમદાવાદ પહોંચશે. આ સીપ્લેન ફરી 12:45 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને બપોરે 1:15 કલાકે કેવડિયા પહોંચશે, કેવડિયાથી ફરી બપોરે 3:15 કલાકે ઉડાન ભરીને 3:45 કલાકે અમદાવાદ પહોંચશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement