શોધખોળ કરો
Advertisement
મોદીના વિરોધી ગુજરાતના ક્યા ભૂતપુર્વ આઈપીએસ અધિકારીને થઈ આજીવન કેદ, જાણો શું હતો કેસ
આ પહેલા આ કેસને લઈને સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની સુનાવણીમાં કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર ૨૦મી જુન, ૨૦૧૯ સુધી કેસ પુરો કરવા આદેશ આપ્યો હતો.
અમદાવાદઃ જામનગર સેશન્સ કોર્ટે 1990 જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં મોદી વિરોધી અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 7 લોકોને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.
આ પહેલા આ કેસને લઈને સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની સુનાવણીમાં કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર ૨૦મી જુન, ૨૦૧૯ સુધી કેસ પુરો કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યુ હતુ કે, આ કેસ ખૂબ જૂનો છે જેમાં અગાઉ પિટીશનો કરીને ટ્રાયલ લબાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આરોપી પોલીસ અધિકારી હોવાથી જુદા-જુદા તબક્કે અલગ મુદ્દા ઉપસ્થિત કરીને ટ્રાયલ લંબાવી રહ્યા છે. આ ટ્રાયલ અતિ ગંભીર અને માનવ અધિકારનો મુદ્દા સાથે સંકળાયેલ છે ત્યારે આ કેસમાં હવે વધુ વિલંબ માટે આરોપી પોલીસ અધિકારી સહિત કોઇ પણ પક્ષ દ્વારા કોઈ અરજી કરવામાં આવે તો તે ધ્યાને નહીં લેવા પણ સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસના આરોપી પૂર્વ IPS સંજીવ ભટ્ટ નાર્કોટિકસનો ખોટો કેસ કરવા બદલ હાલમાં પાલનપુરની જેલમાં છે.
કસ્ટોડિયલ ડેથની ઘટના બની પછી છ વર્ષ સુધી પોલીસ અધિકારી આરોપી હોવા છતા તેઓ કોર્ટમાં હાજર નહીં રહીને અનાદર કર્યો હતો. આ પછી ૧૦ -૧૨ વર્ષે સરકારે ચાર્જશીટની મંજૂરી આપી નથી તેવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેમાં હાઈકોર્ટે માનવ અધિકારનો ભંગ થતો હોવાનું નોંધ્યુ હતુ અને આરોપી પોલીસ અધિકારીની અરજી ફગાવી દીધી હતી. બાદમાં સાક્ષીઓનુ લીસ્ટ આપીને તપાસ કરવા માટેનો મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો. આમ આરોપી પોલીસ અધિકારી પોતાની સામેની ટ્રાયલ લંબાવવા કાનૂની મુદ્દા ઉપસ્થિત કરી રહ્યા છે. આરોપી પોલીસ અધિકારી પોતાની સામેની ટ્રાયસ ખોરભે પાડી ના શકે. ટ્રાયલ કોર્ટે આરોપીની કોઈ અરજી ધ્યાને લીધા સિવાય ૨૦મી જૂન સુધીમાં કેસ પુરો કરવાના આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement