શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં 45 મિનિટના ધોધમાર વરસાદે આખા શહેરને કરી દીધું જળબંબાકાર, જાણો વિગત
કડાકા ભડાકા સાથે ભાવનગરમાં ધોધમાર 2 ઈંચ અને ઘોઘામાં 1 ઈંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે.
ભાવનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગઈ કાલથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. કડાકા ભડાકા સાથે ભાવનગરમાં ધોધમાર 2 ઈંચ અને ઘોઘામાં 1 ઈંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે.
આજે વહેલી સવારથી ભાવનગરમાં માત્ર 45 મિનિટમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઘોઘા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના માર્ગો પરથી પાણી ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદને લઈને સવારે નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા હતા. રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement