શોધખોળ કરો

Gujarat Corona : કોરોનાનો કહેર યથાવત, જાણો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે.

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દરરોજ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1227 પર પહોંચી ગઈ છે. હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ

રાજ્ય સરકારના આંકડા અનુસાર  1204 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  અમદાવાદની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 175 કેસ નોંધાયા છે. 

કોરોનાના સંક્રમણે ફરી લોકોને ચિંતામાં મૂકી દિધા છે.  રાજકોટમાં સોમવારે સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બિમારીઓ પણ હતી. નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 100ને પાર પહોંચ્યો છે. 

કોવિડ-19 ના બદલાયેલા લક્ષણો શું છે ?

હવે કોરોનાના લક્ષણો પહેલા જેવા નથી. આ લક્ષણો સામાન્ય શરદી જેવા છે, પરંતુ કેટલાક ચિહ્નો અલગ અને મહત્વપૂર્ણ છે:

હળવો તાવ અથવા બિલકુલ તાવ નહીં.

સુકી ઉધરસ  ચાલુ રહે છે.

અચાનક થાક અથવા શરીરમાં દુખાવો.

માથાનો દુખાવો અથવા સાઇનસમાં દબાણ.

ગળામાં દુખાવો જે લાંબા સમય સુધી ચાલુ રહે છે.

બંધ થયેલ અથવા વહેતું નાક (આ હવે સામાન્ય બની ગયું છે)

શ્વાસ લેવામાં તકલીફ.

ઉલટી, ઉબકા અથવા ઝાડા જેવી પેટની સમસ્યાઓ.

સ્વાદ અથવા ગંધમાં ફેરફાર. 

સાવધાની શા માટે જરૂરી છે ?

આમાંના ઘણા લક્ષણો ડેન્ગ્યુ, ફ્લૂ અથવા એલર્જી જેવા અન્ય રોગો જેવા હોઈ શકે છે. તેથી, મૂંઝવણ ઊભી થઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અથવા પહેલાથી જ રોગો ધરાવતા લોકો માટે પરીક્ષણ કરાવવું મહત્વપૂર્ણ છે જેથી સમયસર સારવાર શરૂ કરી શકાય.

ભલે કોવિડ-19 આટલી ખતરનાક લહેરના રૂપમાં પાછો ફર્યો નથી, તેનો ફરીથી ફેલાવો દર્શાવે છે કે આપણે હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક પહેરવું, હાથ ધોવા, ભીડ ટાળવા, આ બધું હજુ પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તે મહામારીના શરૂઆતના તબક્કામાં હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget