છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર થઈ, સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં સવા 9 ઈંચ ખાબક્યો
Gujarat Rain: IMDના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે રાજ્યમાં આગળ વધી શક્યું નથી.
Gujarat Rain Data: દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) 11 જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યું હતું, જે ચાર દિવસ પહેલાં ગણાય છે. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધવામાં તેને વિલંબ થયો છે કારણ કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓએ તેની ગતિ ધીમી કરી દીધી છે.
IMDના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે રાજ્યમાં આગળ વધી શક્યું નથી.
હાલમાં, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવી વરસાદની (Gujarat Rain) શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. તો બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં વરસાદ
દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સવા 9 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાણવડ તાલુકામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાણાવાવ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નખત્રાણા તાલુકામાં એક ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગારિયાધારમાં એક ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં એક ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં અડધા ઈંચ સુધીનો વરસાદ
દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.
પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા.
આજે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે પાંચ વાગ્યા સુધી અવિરત રહ્યો હતો, જેના કારણે ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો.
સૌથી વધુ વરસાદ બપોરે 2 થી 4 દરમિયાન પડ્યો હતો, જ્યારે 5 ઇંચ જેટલું પાણી એકસાથે વરસ્યું હતું. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ પછી પણ વધુ 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી ગતરાત્રીથી અત્યાર સુધીમાં ખંભાળિયામાં કુલ 10 ઇંચ વરસાદ નોંધાયો છે.