Valasad: વધુ એક યુવક હાર્ટ અટેકનો બન્યો ભોગ, 25 વર્ષિય તલાટી મંત્રી અચાનક ઢળી પડ્યાં બાદ મૃત્યુ
Heart attack Dealth:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી
Heart attack Dealth:વલસાડ પારડી તાલુકાના 25 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી નિધન થયું છે. આ યુવક છેલ્લા એક વર્ષથી તલાટી મંત્રીની ફરજ બજાવતા હતા. તેઓ પારડી તાલુકાના નાનાવાઘછીપા અને સોંઢલવાડા ગ્રામ પંચાયતના યુવા તલાટી કમ મંત્રી હતા. તલાટી મંત્રી રાજદીપસિંહ ઠાકોર તેમના ઘરના બાથરૂમમાં અચાનક ઢળી પડ્યાં હતા. અચાનક મૃત્યુ થતા મોત હાર્ટ અટેકથી થયું હોવાની હકીકત સામે આવી છે. તેઓ છેલ્લા એક વર્ષથી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં સરપંચ, તલાટીઓ મંત્રી, તબીબો અને સગાંવહાલાંએ ઉપસ્થિત રહ્યાં હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. યુવા તલાટી મંત્રીના મૃત્યુથી પરિવાર, મિત્ર વતુર્ળ અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વલસાડ પારડી તાલુકાના 25 વર્ષિય તલાટી મંત્રીના હાર્ટ અટેકથી નિધનથી સૌ કોઇ સ્તબ્ધ છે.
તો બીજી તરફ સુરતમાં છેલ્લા 24 કલાકમાં બેભાન થયા બાદ ચાર યુવકના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં નાની ઉંમરે મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ 35થી 40 વર્ષની વયના ચાર યુવક ઓચિંતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તમામના મોત થયા હતાં. ચારેય યુવકના મોત હાર્ટ અટેકથી થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ચારેય યુવકના મોત હાર્ટ અટેકના હુમલાથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે. મોટા વરાછામાં જોધપુરના વતની માણેકચંદનું ઓચિંતા ઢળી પડ્યા બાદ મોત થયું છે. યોગી ચોકમાં 30 વર્ષીય વિક્રમ ભીલવાડનું બેભાન થયા બાદ મોત થયું હતું. સારોલીમાં 40 વર્ષીય કેતન પટેલ ઘરે બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચતા જ કેતન પટેલને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. લિંબાયતના નવાનગરમાં 36 વર્ષીય ઈમરાન ખ્વાજાનું મોત થયું હતું.
પ્રથમ ઘટના મોટા વરાછામાં બની હતી જ્યાં રીવર પેલેસ સાઈડ પર રહેતા અને મૂળ જોધપુરના વતની એવા માણેકચંદ સવારના સમયે ઓચિંતા બેભાન થયા બાદ ઢળી પડ્યા હતા. જેથી પરિવારે તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજો બનાવ યોગીચોક વિસ્તારમાં સામે આવ્યો હતો. અહીં યોગીરાજ કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય વિક્રમ ભીલવાડ ટ્રેકટર લઈ સરથાણા ગયા હતાં. જ્યાં ઓચિંતા ઢળી પડતા તેને એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા પણ સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો હતા. ત્રીજો બનાવ સારોલીમાં બન્યો હતો. અહીં માનવ પેલેસ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય કેતન પટેલ પિતા સાથે કુંભારિયા વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા હતાં. મંગળવારે બેભાન થયા બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતાં પરતું તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તો લિંબાયતના નવાનગર ખાતે 36 વર્ષીય ઈમરાન ખ્વાજા સોમવારની રાત્રિના પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેને હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
સુરતમાં છેલ્લા 48 કલાકમાં આત્મહત્યાની આઠ ઘટના બની હતી. ભાજપ મહિલા નેતા સહિત આઠ લોકોએ આત્મહત્યા કરી હતી. રત્નકલાકાર સંજય મકવાણાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી હતી ત્રણ યુવક, બે આધેડ, એક યુવતીએ આત્મહત્યા કરી છે.