શોધખોળ કરો

Aravalli: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ATSની મોટી કાર્યવાહી, બીજેપી નેતાના પુત્ર સહિત 30 લોકોની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ

અરવલ્લી: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ૩૦ પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અરવલ્લી જિલ્લાના ચાર પરીક્ષાર્થીઓ સામેલ છે.

અરવલ્લી: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ૩૦ પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં અરવલ્લી જિલ્લાના ચાર પરીક્ષાર્થીઓ સામેલ છે. બાયડના પાલિકાના ભાજપના કોર્પોરેટર અરવિંદ પટેલના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. બાયડ તાલુકાના ત્રણ અને મોડાસાના એક પરીક્ષાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં આકાશ અરવિંદ પટેલ, આકાશ જશુભાઈ પટેલ, ખંભીસરના દીપક્ષિકાબેન પ્રકાશભાઈ  પટેલ, અકરુંદના ઉત્સવ નીતિનભાઈ પટેલનો સમાવેશ થાય છે.

આરોપીઓની ગાડીમાંથી પરીક્ષાર્થીઓના પુરાવા મળી આવ્યા હતા. એક પરીક્ષાર્થી દીઠ ૧૨ થી ૧૫ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ગુજરાત એટીએસ દ્વારા અરવલ્લીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

લક્ઝુરિયસ હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતાં 10 પત્તા પ્રેમીની PCB એ કરી ધરપકડ

અમદાવાદના સિંધુ ભવનમાં આવેલી તાજ હોટલમાં જુગારધામ પર PCBએ રેડ પાડી હતી. જેમાં 10 જુગારીઓ ઝડપાયા હતા. પીસીબીએ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

જુગારીના નામ

  • કૈલાશ ગોયેન્કા
  • શંકર પટેલ
  • હસમુખ પરીખ
  • અજીત શાહ
  • કનુ પટેલ
  • ભાવિન પરીખ
  • પ્રદીપ પટેલ
  • ભરત પટેલ
  • જગદીશ દેસાઈ
  •  નરેન્દ્ર પટેલ

અઠવાડિયાથી રૂમ ભાડે રાખ્યો હતો

જુગારીઓ અઠવાડિયાથી રૂમ ભાડે રાખી જુગાર રમતા હતા. આરોપીઓ ગોળ ટેબલ ફરતે કોઈનથી જુગાર રમતા હતા.  પકડાયેલ 10 જુગારીઓ સિનિયર સીટીઝન  હોવાનું સામે આવ્યું છે. જેમાંથી કૈલાશ ગોયેન્કા સંકલ્પ ગ્રુપનો માલિક છે અને તમામ 721 નંબરના રૂમમાં જુગાર રમવા બેઠા હતા. 

ભાજપનો 44મો સ્થાપના દિવસ

ભારતીય જનતા પાર્ટી  આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે પણ હનુમાનજીનું જીવન ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજી આખો પર્વત જાતે લઈ આવ્યા હતા. આ પ્રેરણાથી ભાજપ પણ પરિણામ લાવવા માટે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતો આવ્યો છે, કરતો રહેશે.

પીએમ મોદીએ કહ્યું, 'ભારત સમુદ્ર જેવી મહાન શક્તિઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે. હનુમાનજી પોતાના માટે કંઈ કરતા નથી, બીજા માટે બધું જ કરે છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ ખૂબ જ કઠિન બની ગયા હતા, તેવી જ રીતે ભારતમાં કાયદા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ભાજપ પણ અઘરું બની જાય છે. PM મોદીએ કહ્યું, આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે… તે નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે. ભાજપ સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે કામ કરે  છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget