Mucormycosis drug: બ્લેક ફંગસ વિરુદ્ધ ગુજરાત સરકારે કસી કમર, કર્યા આ ઉપાય
ગુજરાત સરકારે બ્લેક ફંગસ નિપટવામાં માટે રાજ્યમાં 33 નૉડલ હૉસ્પીટલ બનાવી છે, જ્યાંથી તમામ સરકારી અને પ્રાઇવેટ હૉસ્પીટલોમાં દવાનુ વિતરણ કરવામાં આવશે. આ નૉડલ હૉસ્પીટલ રાજ્યના તમામ જિલ્લાઓમાં થશે.
નવી દિલ્હીઃ કોરોના કેર બાદ દેશમાં બ્લેક ફંગસે તબાહી મચાવી રાખી છે. કોરોનાથી ઠીક થયા બાદ કેટલાય દર્દીઓ બ્લેક ફંગસ (mucormycosis.)નો શિકાર થઇ રહ્યાં છે. જો સમય પર સારવાર ના કરવામા આવે તો આ બિમારી જીવલેણ થઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે બ્લેક ફંગસ નિપટવામાં માટે રાજ્યમાં 33 નૉડલ હૉસ્પીટલ બનાવી છે, જ્યાંથી તમામ સરકારી અને પ્રાઇવેટ હૉસ્પીટલોમાં દવાનુ વિતરણ કરવામાં આવશે. આ નૉડલ હૉસ્પીટલ રાજ્યના તમામ જિલ્લાઓમાં થશે. એટલે કે જિલ્લામાં એક હૉસ્પીટલને નૉડલ હૉસ્પીટલ બનાવી છે, જ્યાંથી મ્યૂકૉરમાયકૉસીસ બિમારીની દવા Liposomal Amphotericin-B વિતરિત કરવામાં આવશે. આ વાતની જાણકારી સરકારે ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.
જિલ્લા સ્તરીય કમિટીનુ ગઠન-
સરકારે એફિડેવિટમાં કહ્યું- 10 જૂને એક નૉટિફિકેશન પાસ કરવામાં આવ્યુ જેમા રાજ્યની તમામ જિલ્લાની એક હૉસ્પીટલને નૉડલ હૉસ્પીટલ બનાવવામાં આવી છે, જ્યાંથી બ્લેક ફંગસની દવા Liposomal Amphotericin-B વિતરિત કરવામાં આવીશે.. આ માટે જિલ્લા સ્તરીય કમિટીનુ પણ ગઠન કરવામાં આવશે. આ કમિટીમાં હૉસ્પીટલના સુપરીટેન્ડેન્ટ મુખ્ય રહેશે, અને વિશેષણ ડૉક્ટરોની પેનલ હશે. આ પેનલમાં medicine, ENT, ophthalmology, neurosurgery and nephrology વિભાગના એક્સપર્ટ ડૉક્ટર સભ્યો હશે. જિલ્લા સ્તરીય કમિટી તમામ પ્રકારની જાણકારીઓનુ પરીક્ષણ કર્યા બાદ પ્રાઇવેટ હૉસ્પીટલને ઇ-મેઇલથી સૂચિત કરશે કે બ્લેક ફંગસની દવા તેને ક્યારે, કઇ જગ્યાએ અને કેટલી આપવામાં આવશે.
દર અઠવાડિયે જાણકારી અપડેટ થશે-
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, જિલ્લા સ્તરીય કમિટીને દરેક અઠવાડિયે આ જાણકારી આપવી પડશે કે તેના દ્વારા પ્રાઇવેટ અને સરકારી હૉસ્પીટલમાં કેટલી દવાઓનુ વિતરણ કરવામાં આવ્યુ. આ ઉપરાંત તમામ ડિટેલ્સને હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ પર અપલૉડ પણ કરવી પડશે. તમામ લાભાર્થીઓના નામ પ્રત્યેક અઠવાડિયે વેબસાઇટ પર નાંખવામાં આવશે. આનાથી એ જાણી શકાશે કે રાજ્યમાં બ્લેક ફંગસના કેટલા દર્દીઓ છે. આ પહેલા અમદાવાદના લોકોને બે અલગ અલગ PIL દાખલ કરીને સરકાર પાસેથી બ્લેક ફંગસના ઇલાજ અને મેનેજમેન્ટ માટે 11 સભ્યો ટાસ્કફોર્સ બનાવવાની માંગ કરી હતી.