Valsad: વલસાડમાં દારુબંધીના લીરેલીરા ઉડ્યા, હોસ્ટેલમાં દારુની મહેફીલ ચાલતી હતી ત્યાં જ ત્રાટકી પોલીસ
વલસાડ: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોવાના અનેક વાર પુરાવા સામે આવી ચૂક્યા છે. હવે ફરી દારુબંધીના લીરેલીરા ઉડાવતો કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. વલસાડની એક હોસ્ટેલમાં દારુની મહેફિલ માણતા 4 લોકો ઝડપાયા છે.
વલસાડ: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોવાના અનેક વાર પુરાવા સામે આવી ચૂક્યા છે. હવે ફરી દારુબંધીના લીરેલીરા ઉડાવતો કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. વલસાડની એક હોસ્ટેલમાં દારુની મહેફિલ માણતા 4 લોકો ઝડપાયા છે. જે બાદ દારુબંધી અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
મહેફીલ માણતા ઝડપાયેલા લોકો
1 અબ્દુલ કાદીર ઉર્ફે સફીખ ઉદ્દીન શેખ ઉંમર વર્ષ 22
2.હસમુખભાઈ ડાહ્યાભાઈ બારડ ઉમરવર્ષ 19
3. કૃણાલ વિનોદભાઈ પટેલ ઉમર વર્ષ 22
4. દિવ્યેશ શાંતિ ભાઈ પટેલ ઉમર વર્ષ 26
બહારના તત્વો કેમ્પસમાં આવતા હોવાની ફરિયાદ
નૂતન કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલ A ના રૂમ નંબર પાંચમાં ચાર લોકો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે રેડ પાડી હતી. આ રેડમાં 2 બોટલ દારૂ, 4 ગ્લાસ, 2 પેપર ડીશ, સિંગ, ચણા, મમરા સહિતની વસ્તુઓ મળી આવી હતી. કુલ 95,250 નો મુદ્દમાલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તમામ ઉપર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, નૂતન કેળવણી મંડળના સંચાલકો દ્વારા અગાવ પણ બહારના તત્વો કેમ્પસમાં આવતા હોવાની મૌખિક રજુઆત કરી હતી. રજુઆત બાદ પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતું.
રાજકોટ અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે 1400 કિલો ચાંદીની લૂંટ
રાજકોટ અમદાવાદ હાઈવે નજીક લૂંટની ઘટના સામે આવી છે. રાજકોટની આંગડિયા પેઢીના ડ્રાઇવર અને ક્લીનરને બંધક બનાવીને લૂંટારોઓ નાસી ગયા હતા. 1400 કિલો ચાંદીની લૂંટ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક આવેલા મોડેલ સ્કૂલ અને દર્શન હોટલ પાસે થયેલા બનાવવાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
હાલમાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. બેથી ત્રણ કાર લઈને આવેલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી હતી. તો બીજી તરફ ખાલી વાહન હાઈવે પરથી થોડે દૂર એક હોટલ પાસેથી મળી આવ્યું હતું. લૂંટના બનાવને પગલે dsp,dysp,lcb,sog સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. લુંટ કરી નાશી છુટેલા શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.