શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 477 નવા કેસ, 31નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 20574
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. આજે 321 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધરો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. આજે 321 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,574 થઇ છે અને મૃત્યુઆંક 1280 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, ગાંધીનગરમાં 4, મહેસાણા-1, ભાવનગર 3, બનાસકાંઠા 2, અરવલ્લી 4, સાબરકાંઠા 5, પંચમહાલ 4, કચ્છ 1,ખેડા 1, જામનગર 5, ભરૂચ 2, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 6, જૂનાગઢ 4, નવસારી 2, અમરેલી 1 અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 24, સુરત, ગાંધીનગરમાં 2, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1280 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13964 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5330 એક્ટિવ કેસ છે, જેમાંથી 59 વેલ્ટીલેટર પર છે અને 5271 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 56 હજાર 289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 210438 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 203626 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 6821 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement