શોધખોળ કરો

Kheda Rain: ખેડા જિલ્લામાં મેઘમહેર, કપડવંજમાં 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

ખેડા જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. કપડવંજમાં સવારે ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુધા અને ઠાસરામાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ખેડા જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. કપડવંજમાં સવારે ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુધા અને ઠાસરામાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કઠલાલ અને નડિયાદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.  યાત્રાધામ ડાકોરમાં સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા હતા. જેને લઈને ઠાકોર પાણી પાણી થઈ ગયું હતું.

Kheda Rain: ખેડા જિલ્લામાં મેઘમહેર, કપડવંજમાં 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રણછોડરાય મંદિર બહાર ગોઠણસમા પાણી ભરાતા દર્શનાર્થીઓ પરેશાન થયા હતા.  મંદિર બહાર આવેલી દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. માર્ગો પર પાર્ક કરેલા વાહનો પાણીમાં અડધા ડૂબી ગયા હતા. 

મૂશળધાર વરસાદને લઈને કપડવંજ જળમગ્ન થઈ ગયું.  મીના બજાર, કાછીયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  બે દિવસથી અવિરત વરસાદના કારણે ઠાસરા તાલુકાના પોરડા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ઓરડા ગામથી અમૃતપુરા અને ચંદાસર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો.

Kheda Rain: ખેડા જિલ્લામાં મેઘમહેર, કપડવંજમાં 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ 

આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં પડ્યો છે. કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

ભારે વરસાદની આગાહી

આવતીકાલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આ આગાહીને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મોન્સુન ટ્રફ, ઑફશોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને સુરક્ષાના કારણોસર દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી (1 જૂનથી) અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે.  
 
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક પછી એક બનતા લો પ્રેશરના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ મહારાષ્ટ્રના  સરહદી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  અમરેલી, બોટાદ,સાવરકુંડલામાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.  

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, દાંતીવાડા ડેમની જળ સપાટી વધી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget