શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 511 નવા કેસ, 29નાં મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે. આજે 442 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23590 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 334, સુરતમાં 76, વડોદરામાં 42, સુરેન્દ્રનગર 9, ગાંધીનગર 8, અરવલ્લી 6, ભરૂચ, 6, ભાવનગર 3, મહીસાગર 3, આણંદ 3, અમરેલી 3, મહેસાણા-2, સાબરકાંઠા 2, પાટણ 2, ખેડા 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, બોટાદ 1, નર્મદા 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 22, સુરત 4, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1478 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16333 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5779 એક્ટિવ કેસ છે, જેમાંથી 66 વેલ્ટીલેટર પર છે અને 5713 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 88 હજાર 565 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement