શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 524 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 24628
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 514 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે. આજે 418 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 514 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે. આજે 418 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24628 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગર 22, રાજકોટ 10, ભરૂચ 6, પંચમહાલ 5, અરવલ્લી 4, અમરેલી 4, મહેસાણા 3, પાટણ 3, કચ્છ 3, જામનગર 3, સુરેન્દ્રનગર 3, બનાસકાંઠા 2, સાબરકાંઠા 2, આણંદ 2, ખેડા 2, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા મોરબીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 28 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 21, સુરત, વડોદરા, સાબરકાંઠામાં 2-2 અને પંચમહાલમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1534 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17090 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 6004 એક્ટિવ કેસ છે, જેમાંથી 64 વેલ્ટીલેટર પર છે અને 5940 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 97 હજાર 870 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion