શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ આવતા તંત્ર થયું દોડતું, અત્યાર સુધીમાં 75 લોકો સાજા થયા
જિલ્લામાં અત્યાર સુધીમાં 1596 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે હાલમાં જિલ્લામાં કુલ 3133 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
મોડાસાઃ અરવલ્લી જિલ્લા માટે કોરોનાને લઈને ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં વધુ 7 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાત કેસમાં ધનસુરાના અંબાસરમાં બે કેસ, મેઘરજના લાલોડિયામાં એક કેસ, બાયડના આંબલીયારા પીએચસી સેન્ટરના ત્રણ કર્મીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ઉપરાંત ટોટુ ગામની 36 વર્ષીય મહિલાને પણ કોરોનાને ચેપ લાગ્યો છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 11 કોરોનાના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 91 કેસ છે જ્યારે 75 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. આમ હવે જિલ્લામાં માત્ર કોરોનાના 13 જ એક્ટિવ કેસ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 1596 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે હાલમાં જિલ્લામાં કુલ 3133 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 25 લોકોનાં મોત થયા છે. જેમાંથી 9નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 16નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 21 ,સુરતમાં 2, અરવલ્લી અને ગાંધીનગરમાં 1-1 મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 12141 કોરોના કેસમાંથી 49 દર્દી વેન્ટિલેટર પર છે અને 6330 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5043 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 154674 ટેસ્ટ થયા જેમાંથી 12141 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement