શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 993 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 91 ટકાથી વધારે
રાજ્યમાં કોવિડ-19ના નવા 971 નવા કેસ નોંધાયા હતા. જેની સામે આજે કુલ 993 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 971 નવા કેસ નોંધાયા હતા. જેની સામે આજે કુલ 993 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો રિકવરી રેટ 91.15 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,65,589 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3768 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ છે, જ્યારે 1,65,589 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,249 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,81,670 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
રાજ્યમાં આજે કુલ 993 દર્દી સાજા થયા હતા અને 51,789 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,19,943 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement