શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરમાં 20 વર્ષના યુવાને ટ્રેન નીચે પડતું મુકી કર્યો આપઘાત, માતા-પિતા ન હોવાથી દાદી સાથે રહેતો હતો યુવક

સુરેન્દ્રનગર: જિલ્લાના થાન શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને જીવ આપી દીધો છે. મૃતક યુવાનનું નામ અંકિત મનસુખભાઈ સોલંકી છે. અંકિતની ઉંમર 20 વર્ષની હતી.

સુરેન્દ્રનગર: જિલ્લાના થાન શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને જીવ આપી દીધો છે. મૃતક યુવાનનું નામ અંકિત મનસુખભાઈ સોલંકી છે. અંકિતની ઉંમર 20 વર્ષની હતી. કોઇ અગમ્ય કારણોસર યુવાને મુંબઈથી હાપા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવતા ખળભળાટ મચી છે. પોતાનું બાઈક ટ્રેક પાસે મૂકીને રેલ્વે નીચે પડતું મૂકી યુવાને મોતને વ્હાલુ કર્યું. તો બીજી તરફ યુવકના પરિવાર અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક અંકિતના માતા પિતા ન હોવાથી પોતાના દાદી સાથે  થાનના મોટા તળાવ વિસ્તારમાં રહેતો હતો. પોલીસ દ્વારા લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ મોકલીને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.

પાવાગઢ મંદિરમાં ઘટી દુર્ઘટના

યાત્રાધામ પાવાગઢમાં ઘુમટી પડવાની બની ઘટનામાં 9થી વધુ   ભાવિકોને  ઇજા પહોંચી છે. તમામ  ઇજાગ્રસ્તને તાબડતોબ વડોદરા હોસ્પિટલ પહોંચાડવામા આવ્યા છે.. પાવાગઢ યાત્રા ઘામાં આજે  શ્રીફળ વધારવની જગ્યાએ શ્રદ્ધાળુ જ્યારે શ્રીફળ વધારતા હતા આ સમયે વરસાદ શરૂ થતાં કેટલાક અન્ય ભાવિકો પણ વરસાદથી બચવા માટે આ પથ્થરની કુટિર નીચે ઉભા હતા આ સમયે છત ધરાશાયી થતાં 9થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જેમાં સાતની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.   

માવઠાનો માર સહન કરનારા ખેડૂતો માટે સરકાર જાહેર કરશે રાહત પેકેજ

ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદથી થયેલા ખેતીના પાકના નુકશાન અંગે સરકાર સહાય જાહેર કરશે. ખેડૂતોને નુકસાનના બદલામાં વધુ સહાય મળે તે રીતે સરકારે પેકેજ બનાવ્યું છે.

રાજ્યમાં હજુ ત્રણ દિવસ રહેશે માવઠાનું સંકટ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાનું સંકટ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા  છે. 48 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે. 7મી મેથી માવઠાનું સંકટ દૂર થવાની શક્યતાઓ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેના કારણે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ચોમાસાની શરૂઆત થતા પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદ 29.8mm વરસાદ નોંધાયો છે.. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ફેબ્રુઆરી મહિના માંથી જ શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે આ સિઝનમાં 0.9 એમએમ વરસાદ હોવો જોઈએ તેના કરતાં વધુ વરસાદ રાજ્યમાં પડ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 92.9 એમએમ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 39.9mm વરસાદ નોંધાયો છે, અમદાવાદમાં16.7mm નોંધાયો છે, જ્યારે અમરેલીમાં 62mm વરસાદ પડ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch VideoBZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh ZalaCNG Price Hike: નવા વર્ષના પહેલા દિવસે જ મોટો ઝાટકો, CNGના ભાવમાં થયો વધારો Watch VideoNew Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Embed widget