શોધખોળ કરો

છોટાઉદેપુર આરોગ્ય વિભાગમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું,જાણો વધુ વિગતો 

છોટાઉદેપુર આરોગ્ય વિભાગમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના આરોગ્ય માટે આરોગ્ય લક્ષી સાધનોની ખરીદી માત્ર કાગળ ઉપર જ કરાઈ હોવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એબીપી અસ્મિતાએ કર્યો છે.

છોટાઉદેપુર: છોટાઉદેપુર આરોગ્ય વિભાગમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના આરોગ્ય માટે આરોગ્ય લક્ષી સાધનોની ખરીદી માત્ર કાગળ ઉપર જ કરાઈ હોવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ એબીપી અસ્મિતાએ કર્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્રોમાં નાના કર્મચારીઓ પાસે સાધનોની ખરીદી કરવાનું કહી કોરા ચેક લઈ લેવાયા અને ત્યારબાદ પેટા કેન્દ્રના કર્મચારીઓને માત્ર બિલ પહોંચાડી દેવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લામાં 310 સબ સેન્ટરો આવેલા છે જ્યાં દરેક સબ સેન્ટર ઉપર જન આરોગ્ય સમિતિ કાર્યરત હોય છે. આ જન આરોગ્ય સમિતિઓમાં સબ સેન્ટરમાં જરૂરિયાત મુજબની કામગીરી કરી શકાય અથવા ખરીદી કરી શકાય તે માટે સરકારે ગત માર્ચ મહિનામાં ગ્રાન્ટ ફાળવી , પરંતુ આ ગ્રાન્ટ આવતાની સાથે લાંચિયા અધિકારીઓ   પોતાના ખિસ્સા ભરવાનો કીમિયો શોધી કાઢ્યો. 

સબ સેન્ટરના કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને લાગતા વળગતા પી.એચ.એ. સેન્ટરના એકાઉન્ટન્ટ કમ ઓપરેટર દ્વારા ઉપરથી સૂચના હોવાનું કહી બ્લેન્ક ચેક ઉપર સાઈન કરાવી લઈ લેવાયા અને ત્યારબાદ બીલો મોકલી અપાયા. એકબીજાને જોઈ તમામ સબ સેન્ટરના સંચાલકોએ ચેક આપી દીધા અને સાધનોના નામેં મળ્યા ફક્ત બિલ. 

એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ઓપ્ટિમાં બાયોકેર નામની સંસ્થાના બીલો છે. જેમાં અન બ્રાન્ડેડ પીકનીક ટેબલ ની કિંમત 8000 , ડોલ્ફિન હીમોગ્લોબિન મીટરનું બિલ 9000 જ્યારે 3400 રૂપિયાનું બિલ મેઘાફોનનું, કેટલાક સેન્ટર ઉપર બે મેઘાફોન જ્યારે કેટલાકમાં એક મેઘાફોન આમ પ્રતિ સબ સેન્ટર 20 થી 24 હજાર જેટલા નાણાંની ઉચાપત કરી લેવાઈ.  

પાકના રક્ષણ માટે મુકેલા વીજ કરંટે લીધો બે યુવકોનો ભોગ

લિલેસરા ગામે કુવામાંથી બે યુવકોની લાશ મળી આવી છે. આ લાશને લઈને પોલીસ તપાસમાં ચોકાવનારી હકિકત સામે આવી છે. બન્ને યુવકોના પગના ભાગે વીજ કરંટ લાગતા મોત થયું હોવાની હકિકત સામે આવી છે. પાકના રક્ષણ માંટે ખેડૂત દ્રારા ખેતરને ફરતે વીજ કરંટ મૂકવામાં આવ્યો હતો. આ વીજ કરંટ લાગતા બન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા. 

એટલું જ નહીં ઘટનાને અક્સ્માતમાં ખપાવવા ખેડૂતે બંન્ને લાશો કૂવામાં ફેંકી દીધી હતી. મરણ જનાર મનોજ ગોવિંદ મેઘવાડ અને ધના પુજા મેઘવાડનાં પગના ભાગે દાઝી ગયાનાં નિશાન મળી આવ્યા હતાં. જેને લઇ પરિજનોએ તપાસની માંગ કરી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા ખેડૂત ગણપત રાઠવાએ ખેતર ફરતે વીજ કરંટ મુક્યો હોવાની માહિતી સામે આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસે ખેડુત ગણપત રાઠવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Embed widget