Nadiad : પીકઅપ વાને ટક્કર મારતાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ મોત, કેવી રીતે સર્જાયો અકસ્માત?
નડિયાદના ડભાણ નજીક ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. એક બેફામ ડાલાએ હ્યુન્ડાઇ આઈ 10ને ટક્કર મારી હતી. આ સમયે કાર નજીક ઉભેલા યુવક-યુવતીને પણ વાને હવામાં ફાંગોળ્યા હતા.
નડિયાદ : નડિયાદના ડભાણ નજીક ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. એક બેફામ ડાલાએ હ્યુન્ડાઇ આઈ 10ને ટક્કર મારી હતી. આ સમયે કાર નજીક ઉભેલા યુવક-યુવતીને પણ વાને હવામાં ફાંગોળ્યા
હતા. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ સાથે કારમાં બેઠેલ વૃદ્ધાને પણ ઇજા થઈ હતી.
કારમાં સવાર પરિવાર અમદાવાદનો રહેવાસી છે. આશાપુરી દર્શન કરવા જઈ રહ્યા હતા. કારમા પંચર પડતા કારમાં સવાર પુરુષો ટાયર લઇ પંચર બનાવવા ગયા હતા . હાઇવે પેટ્રોલિંગ અને નડિયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
મોરબીમાં ૧૩ વર્ષના કિશોરે આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આજે બાળકોના આપઘાત કરવાની આ બીજી ઘટના સામે આવી છે, ત્યારે વાલીઓએ હવે જાગી જવાની જરૂર છે. નહીંતર બાળકોની અમૂક આદતોને કારણે વાલીઓને પછી પસ્તાવાનો વારો આવી શકે છે.
મોબાઈલ બગડી જતા રીપેરીંગ મામલે પિતા સાથે મનદુઃખને લઈને બાળકે આપધાત કરી લીધો છે. જુના ધુટુ રોડ પર સિરામિકના મજુર ઓરડીમાં રહેતા સુભાષ રાજેન્દ્રભાઈ એડાર (ઉ.૧૩)એ આપધાત કર્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક કિસ્સાની વાત કરીએ તો, રાજકોટમાં નાના બાળકોના સંતાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો તમે ધ્યાન નહીં રાખો તો પછી પાછળથી પછતાવાનો વારો આવ્યો છે. શહેરના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષીય બાળકીએ ટીવી પર આવતી સિરિયલો જોઇને પ્રેરાઇને આપઘાત કરી લીધો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. જો આવું બન્યું હોય તો આ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
પરિવારે પોલીસને કરેલી વાત એવી છે કે, 10 વર્ષીય બાળકી સતત ક્રાઇમની સિરિયલો જોતી હતી. આ બાળકીએ પરિવાર કોઈ ધાર્મિક પ્રસંગે દીકરીને ઘરે મૂકીને ગયો હતો. આ સમયે ઘરે કોઈ ન હોય તેણે આપઘાત કરી લીધો છે. હવે આ સિરિયલોના પ્રભાવથી આપઘાત કર્યો હોવાનું પરિવારનો દાવો છે. જોકે, સાચી હિકકત તપાસ પછી સામે આવશે.