શોધખોળ કરો

“પાપાને મમ્મી કો માર દીયા, મુજે ભી ...”, ગુજરાતના હેડ કોન્સ્ટેબલની સંવેદના થકી ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો

ખેડા-નડિયાદ જિલ્લામાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે.

ખેડા-નડિયાદ જિલ્લામાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલો હત્યારો આખરે પકડાઇ ગયો છે. મૃતદેહની બાજુમાં તરછોડી દેવાયેલી માસુમ બાળકીનો ચહેરો અને રડમસ આંખો એક હેડ કોન્સ્ટેબલના મગજમાં ઘર કરી ગઇ હતી, તેવી જ આંખો સાથેના એક બાળકના ફોટોની ઇન્સ્ટાગ્રામમાં આવેલી એક પોસ્ટથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. જાણીએ તે જ હેડ કોન્સ્ટેબલના શબ્દોમાં. 
   
હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ કહે છે કે, એલ.સી.બીની ટેકનિકલ સેલમાં કામગીરી હોવાને કારણે જિલ્લામાં બનતી ઘટનાઓમાં ટેકનિકલ બાબતોમાં મદદરૂપ થવા તપાસ માટે ઘટના સ્થળે જવાનું થતુ રહેતુ હોય છે પણ તા.૦૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો એક મર્ડરનો બનાવ હું ક્યારેય ભુલી નથી શક્યો.
 
અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઇવે પર એક મહિલાની હત્યા કરી દેવાયેલી હાલતમાં મળેલી ડેડબોડી અને તેની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં રડી રહેલી ત્રણ વર્ષની માસુમ બાળકી ખુશી. 

બાળકી તુટક તુટક હિન્દી ભાષામાં પોતાનુ નામ ખુશી, પપ્પાનું નામ ઉદય અને માતાનું નામ પુજા જણાવી રહી હતી અને એટલુ જ કહેતી હતી કે, “પાપાને મમ્મી કો માર દીયા, મુજે ભી પટક કર ચલે ગયે, કનૈયા કો લેકે ચલે ગયે...”

ખુશીના આટલા શબ્દો અને તેની રડમસ આંખો મારા મગજમાંથી જતી નહતી. આ બાળકીને ખેડાના એક બાળ સંભાળ સંસ્થા ખાતે તેના યોગ્ય ઉછેર અને સારસંભાળ માટે રાખી. અમારા એસ.પી  રાજેશ ગઢીયા દરેક ક્રાઇમ કોન્ફરન્સમાં આ કેસનું સ્ટેટસ અચુક પુછતા અને તેના ડિટેક્શન માટે વિશેષ મહેનત કરવા આદેશ આપતા. બીજી તરફ અમારા પી.આઇના માર્ગદર્શનમાં હુ અને મારા સાથીકર્મીઓ પણ સમયાંતરે આ સંસ્થાની મુલાકાત લેતા અને ખુશી સાથે સહાનુભુતિપૂર્વક થોડી વાતો કરી આડકતરી રીતે તેના પિતા કે અન્ય લિંક મળે તેવા પ્રયત્નો કરતા હતા. 

આ મૃતક મહિલા અને તરછોડી દેવાયેલી બાળકીની ઓળખ તેમજ મર્ડર ડિટેક્શન માટે અમે દિવસ રાત એક કરી. બંનેના ચહેરા અને પહેરવેશ પરથી પરપ્રાંતિય હોવાનો અંદાજ લગાવ્યો અને તેમના ફોટો સાથે ગુજરાતી-હિન્દી ભાષામાં પોસ્ટર બનાવી આંતર રાજ્ય બસ-ટ્રેનોમાં આ પોસ્ટર લગાવ્યા, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ઓળખ માટે પ્રયત્ન કર્યા, ઘટના સ્થળના મોબાઇલ ટાવર લોકેશન કઢાવી એનાલિસીસ કર્યા પણ સફળતા ન મળી. 

એક અઠવાડીયા પહેલા તા.૦૭મી ફેબ્રુઆરી-૨૦૨૫ના ઓફિસનું કામ પતાવીને સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં હુ ઘરે આવીને બેઠો હતો. મારું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતો હતો ત્યા મારી નજર સામે એક પોસ્ટ આવી. આ પોસ્ટ હતી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનની હદમાં અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઇવે ઉપરથી મળી આવેલા એક બાળકની..!!! આ પોસ્ટમાં જણાવેલી વિગતો અગાઉના વર્ષ-૨૦૨૨ના ગુના સાથે સામ્યતા ધરાવતી હોય તેવુ મને લાગ્યુ.

આ બાળકનો ફોટો જોતા જ મારા મગજમાં છેલ્લા બે વર્ષથી ઘર કરી ગયેલી બાળકી “ખુશી”ની આંખો મારી નજર સામે આવી ગઇ. આબેહૂબ તેવી જ આંખો. અને બીજી સામ્યતા હતી એ પોસ્ટની વિગત. જેમાં ‘કનૈયા’ અને ‘ઉદય’ નામનો ઉલ્લેખ હતો. મને ખુશીના શબ્દો રીકોલ થવા લાગ્યા “પાપાને મમ્મી કો માર દીયા, મુજે ભી પટક કર ચલે ગયે, કનૈયા કો લેકે ચલે ગયે...”. 

પી.આઇને વાત કરી અને બીજા જ દિવસે વહેલી સવારે અમે તે દિકરાને આણંદના જે અનાથ આશ્રમમાં રાખ્યો હતો ત્યાં પહોંચી ગયા. તે દિકરો પણ હિન્દીમાં બોલતો હતો પરંતુ તદ્દન અસ્પષ્ટ.

આ દિકરા સાથે થોડી વાત કરીને અમે ખુશીને વિડીયો કોલ કર્યો. ત્રણ જ સેકન્ડમાં ખુશી બોલી “કનૈયા...”.!!! બસ, કન્ફર્મ થઇ ગયુ કે આ બંને ભાઇ-બહેન જ છે. હત્યારો તેનો પિતા જ છે એ ફાઇનલ થઇ ગયુ પણ એ ક્યાં છે ? અને આ દિકરાને પણ તેણે કેમ તરછોડી  દીધો હશે? હજુ અનેક સવાલો હતા. 

દિકરા કનૈયાને ખુશી પાસે અમે લઇ ગયા. તે બંને આશ્રમમાં મસ્તી કરવા લાગ્યા. સાથે સાથે અમે પણ તેમની સાથે બાળક જેવુ વર્તન કરી મૈત્રી બનાવી. પછી કનૈયાને અમે મોબાઇલ રમવા આપ્યો. મોબાઇલ રમતા-રમતા અમે હત્યારા સુધી પહોંચવા માટે દિકરા કનૈયાને કહ્યુ કે “પાપા કો ફોન લગાઓ બેટા....” કનૈયાએ તેના પપ્પાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. પરંતુ આગળના પાંચ આંકડા ૯૫૮૬૨...... ડાયલ કરીને અટકી જતો હતો. તેને આટલો જ નંબર યાદ હતો...!!

ત્યાંથી નીકળીને વર્ષ-૨૦૨૨ના તે ઘટના સમયે એકત્ર કરેલા મોબાઇલ ટાવર ડેટા ડમ્પ ઉપર તપાસ ચાલુ કરી. આ પાંચ નંબર શરૂઆતમાં આવતા હોય તેવા ૪૦ નંબર મળ્યા. આ ફેમિલી પરપ્રાંતનું હોવાનો જે અંદાજ હતો તે તર્ક લગાવીને આ ૪૦ નંબર પૈકી અન્ય રાજ્યના નંબર કેટલા છે તે એનાલિસીસ કર્યુ ત્યારે તેમાથી ૪ નંબર અલગ નિકળ્યા. થર્ડ પાર્ટી એપની મદદથી આ મોબાઇલ નંબર સર્ચ કરીને યુઝરનો ફોટો શોધી કાઢ્યો અને એક બોડી બિલ્ડીંગ કરતો ફોટો સામે આવ્યો તે ફોટો ખુશી અને કનૈયાને બતાવ્યો એટલે તરત બંને બોલ્યા “પાપા”.

આ નંબર અને ફોટોને આધારે લોકેશન સહિતની તમામ વિગતો કઢાવીને નડીયાદ પોલીસે બે વર્ષ પહેલાની હત્યા અને બે બાળકોને તરછોડી દેનાર પિતા ઉદયને અમદાવાદથી પકડી પાડ્યો અને કનૈયાને એક્ષપ્રેસ હાઇવે પર તરછોડી દેનાર તેની બીજી પત્નિને પણ પોલીસે પકડી પાડી છે.

આ બન્ને બાળકોની માતાની ક્રુરતાપુર્વક હત્યા કરનારો બીજો કોઇ નહી પરંતુ પોતાનો જ પિતા “ઉદય” નિકળ્યો. હાલ માતૃછાયા સંસ્થામાં બંને ભાઈ-બહેનને સાથે આનંદ કિલ્લોલ કરતા જોઈને મને ખૂબ ખુશી થાય છે.

ખેડા નડિયાદ જિલ્લાના એક હેડ કોન્સ્ટેબલે જે સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ચકચારી હત્યા કેસનું ડિટેક્શન કર્યુ છે તે બદલ તેમને અને તેમની સમગ્ર ટીમને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget