Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત
કેરા મુન્દ્રા રોડ ઉપર ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

ભૂજ: કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પશ્ચિમ કચ્છમાં આ અકસ્માતની ઘટના બની હતી. કેરા મુન્દ્રા રોડ ઉપર ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હાલ તો અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો છે.
બસમાં 40 લોકો સવાર હતા
ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 40 માંથી 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા ભાવનગરના લીમડા નજીક ખાનગી બસનો અકસ્માત
થોડા દિવસો પહેલા ભાવનગરના લીમડા નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં 20 થી 25 મુસાફરો ઘાયલ થયા હતા. બસ લીલીયાથી સુરત જતી હતી. લીમડાને નાના ઉંમરડા વચ્ચે આ દુર્ઘટના બની હતી. ખાનગી બસના ડ્રાયવરે સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવતા બસનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડ્યા હતા.
ઢસા દામનગર રંઘોળા સહિત આજુબાજુ વિસ્તારની એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી હતી અને તાબડતોબ ઘાયલોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં છે. અંદાજિત 20થી 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સત્વરે મદદ પહોંચાડવા માટે અકસ્માતની ઘટનાની જાણ થતાં લાઠી દામનગરના ધારાસભ્ય જનક તળાવીયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા આ સાથે ઢસા પોલીસ, ઉમરાળા પોલીસ, ગઢડા મામલતદાર સહિતનો તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રેસ્ક્યુ માટે 2 ક્રેઈન 4 જેસીબી સહિતના સાધનો સાથે તંત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક દામનગર, શિહોર, ઢસા અને ગઢડાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા.
ભાવનગરમાં જાનૈયાઓની બસમાં આગ લાગી હતી
તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં જ એક અન્ય બસ દુર્ઘટના સર્જાઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. જો કે આ ઘટનાથી ખુશીના પ્રસંગમાં ચિંતાના વાદળો છવાઇ ગયા હતા. ભાવનગરમાં જાનૈયાઓની બસમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઇ હતી. ભાવનગરની નારી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ ભભૂકી ઉઠતાં લોકો જીવ બચાવવા માટે બારીથી કૂદ્યા હતા. ગારિયાધારના ઘોબા ગામે જાનૈયાઓને લઈને બસ જઇ રહી હતી. સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં ઓચિંતા આગ લાગી હતી. બસમાં આગ લાગતા તમામ જાનૈયાઓએ ઈમરજન્સી બારીમાંથી નીચે કૂદ્યા હતાં. બસમાં આગ લાગતા લાખો રૂપિયા રોકડ બળીને ખાક થયા છે. અને બે તોલા સોનું બળીને પણ ખાક થઇ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
