શોધખોળ કરો

Banaskantha News: સાટા પ્રથામાં થરાદની પરિણીતાનો લેવાયો ભોગ, સાસરીયાઓએ ઉતારી મોતને ઘાટ

Banaskantha News: સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરિણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા.

Banaskantha News: સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરિણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા. જોકે એ બાબતે વારંવાર મેણાટોણા અને વારંવાર ના ઝઘડાને લઈને મહિલાના સાસરીયાઓએ તેની હત્યા કરી દીધી હતી અને તેની લાશને તળાવમાં ફેંકી દીધી હતી. જો કે થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી સાસુ સસરા અને દિયરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

થરાદ તાલુકાના આંત્રોલ ગામના તળાવમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થરાદ પોલીસને 26 મે એ થઈ હતી .ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે મહિલાનો મોબાઇલ મળ્યો હતો અને તળાવમાંથી લાશ બહાર નીકાળી અને થરાદ રેફરલમાં પીએમ અર્થે મોકલી દેવાઇ હતી. જોકે પોલીસે ત્યારબાદ ત્રણ ટીમો બનાવી અને આ મહિલાની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં ગૃહ કલેશમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું.

26 મે આંત્રોલ ગામના તળાવમાંથી સૌરમબેન નાઈ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જો કે જિલ્લા પોલીસ વડાએ આ હત્યાની ઘટનાની ગંભીરતાને લઈને ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસની ત્રણ ટીમો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. જો કે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી ત્યારે શકમંદ એવા મૃતક મહિલાના સાસુ-સસરા અને દિયરની પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં થરાદ પોલીસને સફળતા મળી હતી. પોલીસ પુછપરછમાં મહિલાના હત્યારા એવા આરોપીઓએ મહિલાની હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી.

આરોપીઓની કબુલાતમાં હત્યાનો સમગ્ર મામલો સાટા પ્રથાની બાબતમાં થઈ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક સૌરમબેનની નણંદ રમીલાબેન નાઈની સગાઈ રાજસ્થાનના ગુંદઉં ગામમાં કરેલી હતી. એક માસ પહેલા તેની નણંદ રમીલાબેનના લગ્ન નહીં કરાવતા તેના પિતા તેની સાસરીમાં આવ્યા હતા અને ચાંદીના કડલા અને તોડા લઈને આવ્યા હતા. જોકે આ દાગીનાને લઈને આરોપી એવા તેની સાસુ વાદળીબેન નાઈએ કડલા અને તોડા નાના લાવવા બાબતે બોલચાલ શરૂ કરી હતી અને મૃતક સૌરમબેન નાઈને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જોકે સાટા પ્રથાનો અણગમો રાખી અને 25 તારીખે સાસુ સસરા અને દિયરે સોનમ બેન નાઈની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

સસરા તગાભાઈ હીરાજી નાઈ સાસુ વાદળીબેન તગાભાઈ નાઈ અને દિયર રાજુભાઈ ભીખાભાઈ નાઈએ  મૃતક સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ કાવતરું કરી રાત્રે 3 વાગે મૃતક સૌરમબેન સૂતી હતી ત્યારે સસરા તગાભાઈએ મૃતકના પગ તથા હાથ પકડી રાખ્યા હતા અને દિયર રાજુભાઈએ સોરમબેનના માથામાં ઓઢવાની ચુંદડીથી મોઢું દબાવી અને એક હાથ વડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ મૃતકનો નાનો દીકરો જાગી જતા સાસુ વાદળીબેને નાના દીકરાને ઢાળીયાના બાજુમાં સુડાવી દીધો હતો અને ત્યારબાદ મૃતક સોરમબેનની લાશને એક કોથળામાં ભરી ટ્રેક્ટર પર મૂકી અને આંતરોલ ગામના તળાવમાં લઈ જઈએને તળાવમાં નાખી દીધી હતી.

ગુનો છુપાવવા માટે બીજી રાતે સવારે સાડા પાંચ વાગે સસરા તગાભાઈએ તળાવની નજીક મૃતક સૌરમબેનનો મોબાઇલ મૂકી દીધો હતો. પછી મૃતક સૌરમબેન ગુમ થવાની પોલીસને જાણ થઈ હતી અને મોબાઈલ લોકેશનને આધારે મૃતકનો મોબાઈલ તળાવના કીનારે મળ્યો હતો. ત્યારબાદ મૃતકની લાશ તળાવમાંથી મળી હતી . પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વિલન્સ અને બાદમીદારોને આધારે પૂછપરછ કરતા શંકા સાસુ સસરા અને દિયર પર ગઈ હતી ત્યારબાદ પોલીસે આ ત્રણેયની અટકાયત કરી હતી અને પોલીસની પૂછપરછમાં આખા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Embed widget